તારીખ ૧૯ થી ૨૧ સુધી અતિભારે વરસાદની અસર- ગુજરાતના આ વિસ્તારોમાં ફરીએક વાર થશે જળબંબાકાર

245
Published on: 5:04 pm, Sat, 18 September 21

ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસી રહ્યા છે ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્રારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાને કારણે નદી, નાળા, ડેમમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ ગુજરાતમાં પાણીની અછતનો પ્રશ્ન પણ દૂર થતો જોવા મળી રહ્યો છે, જોકે મેઘરાજાએ થોડા દિવસથી ખમૈયા કર્યા છે ત્યાં હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 18થી 24 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિતના પથંકમાં પણ વરસાદનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, પાટણ, સિદ્વપુર, વિસનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

જ્યારે સમી, હારીજ, બહુચરાજી, કડી સહિત સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ વરસાદ મધ્યમથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જો કે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત રાજ્યના મોટા શહેરોમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોમ્બર પછી ચોમાસું વિદાય લેશે. હવામાન વિભાગે રાજ્યના 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં તારાજી સર્જાઇ છે. તેવામાં રાજ્યમાં હજુ પણ 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી થઇ છે.

હળવાથી ભારે વરસાદનું અનુમાન દાહોદ, પંચમહલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, સહિત કરવામાં આવ્યુ છે. જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવા આવે છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને 20 અને 21 સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

બીજી તરફ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યાર ખેડાના ડાકોર ભારે વરસાદને કારણે ઓવરબ્રીજ વાહનચાલકો માટે મુસીબત બની ગયો છે. સામાન્ય વરસાદમાં જ ઓવરબ્રીજના સર્વિસ રોડ ધોવાઈ જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામોન કરતા જોવા મળી રહ્યા છે. તો આ તરફ ઉમરેઠ રોડ પર ટ્રક અને કાર ફસાઈ જતા રોડ પર ટ્રાફિક જામના જોવા મળ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…