બાગાયતી ખેતીની સાથે ઈઝરાયલી ખારેકની ખેતીમાંથી આ પટેલ ખેડૂતભાઈ કરે છે કરોડોની કમાણી

335
Published on: 10:33 am, Sun, 17 October 21

આજના ટેકનોલોજીયુક્ત સમયગાળામાં અનેકવિધ ખેડૂતો ચિલાચાલુ ખેતીને બદલે કંઈક અલગ કરી બતાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે કે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલનું વધુ એક નામ ઉમેરાયું છે. આ ખેડૂતભાઈએ પોતાના ખેતરમાં ઈઝરાયેલી બરહી જાતની ખારેકની ખેતી સાથે બાગાયતી ખેતીમાંથી વર્ષે કરોડની કમાણી કરી બતાવી છે.

મીઠી તથા મધુર તેમજ સ્વાદિષ્ટ ખારેકનું નામ સાંભળતાની સાથે જ કેટલાક લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે ત્યારે હાલની સીઝનમાં માર્કેટમાં પીળા કલરની ખારેકના ઢગલા જોવા મળતા હોય છે. તો આવો તેમના વિશે વધુ જાણીએ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ બુઢણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ ભેમજીભાઇ પટેલ કે, જેઓ 40 એકર જમીન ધરાવે છે.

તેઓ આ જમીનમાં ખારેક, દાડમ, પપૈયા, જામફળ તથા એપલ બોર જેવા બાગાયતી પોકોનું વાવેતર કરીને આત્મનિર્ભર બન્યા છે. બાગાયતી ખેતી પર હાથ અજમાવીને તેઓએ વર્ષે કરોડની માતબર આવક મેળવી છે. બાગાયતી ખેતી મારફતે ખેડૂતો કઈ રીતે સમૃધ્ધ થાય તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પુરૂ પાડ્યુ છે.

સરદાર કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂત અણદાભાઈ પટેલ જણાવે છે કે, ખારેકની ખેતી લાયક પાણીની સુવિધા વર્ષ-2001થી થઈ ત્યારથી ખુબ સારી આવક ધરાવતી ખેતીના વિચાર આવવા લાગ્યા હતાં. અમને સફળ ખેતીની પ્રેરણા તત્કાલીન CM તેમજ હાલના PM મોદીએ વર્ષ-2005માં શરૂ કરેલ કૃષિ મહોત્સવ અભિયાનથી મળી હતી.

બાગાયતી ખેતી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકાય જેવી બધી જ જાણકારી અમને કૃષિ મહોત્સવના કૃષિ રથ દ્વારા મળી હતી. તેઓ જણાવે છે કે, સમગ્ર જિલ્લાના કૃષિ તથા બાગાયતી વિભાગ તેમજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા બાગાયતી ખેતીની માહિતી આપવામાં આવી હતી.

જેના મારફતે હાલમાં તેઓ સંપૂર્ણ ખેતરમાં બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આજે સંપૂર્ણ ખેતર બાગાયતી ખેતીથી છલો-છલ છે તેમજ સામે વાર્ષિક આવક પણ ભારો ભાર મળે છે. પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલ તેમજ તેમના 2 ભાઈઓએ ખારેકની સફળ ખેતી અંગે કહ્યું હતું કે, ખારેકના વાવેતર કરવા માટે 4 બાય 3નો ખાડો બનાવીને છાણીયું ખાતર નાખીને ખારેકનું વાવતેર કરાય છે.

આ ખારેકનો એક છોડ 3,800 રૂપિયામાં મળતો હોય છે. જેમાં રાજ્ય સરકાર 1,250 રૂપિયાની સબસીડી આપે છે. જયારે પિયત માટે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે કે, જેથી પાણીની બચત થાય તેમજ મજુરી પણ ઘટે છે એટલે બધી ખેતી ડ્રીપ ઈરીગેશનથી થાય છે.

ખારેકના વાવતેર પછી ત્રીજા વર્ષથી ખારેક આવવાની શરૂ થઈ જાય છે તેમજ ત્રીજા વર્ષે 300 ખારેકના છોડમાંથી  9 લાખ રૂપિયાની ચોખ્ખી આવક થાય છે. તેઓ આગળ જણાવે છે કે, ચોથા વર્ષે ખારેકનુ ઉત્પાદન 15 લાખ રૂપિયાનું થયું હતું. જયારે આ વર્ષે ખારેકના એક છોડ પર 120 કિગ્રા ખારેક છે તેમજ 300 છોડ ખારેકના છે કે, જેના પર 36,000 કિગ્રા ખારેક છે.

હાલના સમયમાં ખારેકના ભાવ 60થી 80 રૂપિયાની વચ્ચે છે એટલે કે, 25 લાખ રૂપિયા સુધીની ખારેક થવાનો અંદાજ રહેલો છે. સફળ ખેડૂત થવાના અનેક રસ્તાઓ છે પરંતુ આની માટે મહેનત તથા ટેકનોલાજીની સાથે ચાલવુ પડે છે. આ ઈઝરાયેલી બરહી જાતની ખારેકની ખેતી સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પધ્ધતિથી જ કરાય છે.

જયારે સ્વસ્થ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ખારેકની ખેતીમાં મહત્વની વાત તો એ છે કે, ખારેકના પાકની સાથોસાથ આંતર પાક તરીકે બીજા પાક પણ લઈ શકાય છે. અમે આંતર પાક તરીકે એપ્પલ બોરની વાવણી કરીએ છીએ કે, જેનાથી વર્ષે 5 લાખ રૂપિયા સુધીની આવક થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…