માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે ત્યારે ક્યારેક વાહન પલટી મારી જતા તો ઘણીવાર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાતા રહેતા હોય છે. ત્યારે હાલમાં પણ આવી જ એક ભયંકર ઘટના સામે આવી છે.
View this post on Instagram
બનાસકાંઠામાં પાલનપુર- આબુ નેશનલ હાઇવે પર વહેલી સવારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રોડ પરથી પસાર થઇ રહેલ પશુઓના ટોળાને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા એકસાથે 6 અબોલ પશુઓના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે 5 પશુઓને ઈજા પહોંચી હતી.
પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર આવેલ ઇકબાલગઢ નજીક આજે વહેલી સવારમાં હિટ એન્ડ રનની આ ઘટના બની જવા પામી હતી. પશુપાલક પશુઓનું ટોળુ લઈને નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બેફામ રીતે ગાડી લઈને પસાર થઈ રહેલ અજાણ્યા વાહનચાલકે આ પશુઓનાં ટોળાને અડફેટે લીધા હતાં.
આ ઘટના પછી ઇજાગ્રસ્ત પશુઓને પાસેનાં સરકારી પશુઓનાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. હાલમાં તેઓની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. અકસ્માતની અ ઘટનામાં 5 ભેંસો તથા એક ગાય સહિત કુલ 6 અબોલ પશુઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.જેને લીધે લોકોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
સાથે-સાથે જ અન્ય 5 જેટલા પશુઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે પશુપાલકોનો આબાદ રીતે બચાવ થયો હતો. આ ઘટનાને કારણે આસપાસના લોકો તેમજ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા તેમજ રોડ પરથી મૃત પશુઓને સાઈડમાં ખસેડીને ટ્રાફિક ખુલ્લો કરી દેવાયો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…