બારેમેઘ થયા ખાંગા: ફક્ત બે જ કલાકમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી 

263
Published on: 2:35 pm, Mon, 27 September 21

રાજ્યની સાથે-સાથે જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા સતત 2 દિવસથી સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે દાંતીવાડામાં ફક્ત 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બાદમાં આજે વહેલી સવારમાં ડીસામાં પણ ફક્ત 3 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. શહેરમાં આવેલ દિવાના આખોલ ચાર રસ્તા નજીક દુકાનો પાણીમાં ગરકાવ થઇ જતા માલિકોને મોટું નુકસાન વેઠવું પડયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. દાંતીવાડામાં શનિવારની સાંજે ફક્ત 2 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે વડગામ તથા ધાનેરામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આની સિવાય પણ કેટલીક જગ્યાએ છૂટો છવાયા વરસાદ પછી આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે.

ડીસામાં ફક્ત 3 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. અતિભારે વરસાદ થતા કેટલાક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું. જ્યારે સિંધી કોલોની, લાલચાલી, તેરમિનાળા તથા સંતઅન્ના હાઇસ્કુલ નજીકના વિસ્તારમાં 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના આખોલ ચાર રસ્તા નજીકનાં શોપિંગ સેન્ટરોમાં પાણી ઘુસી ગયું હતું. જયારે 100થી પણ વધારે દુકાનોમાં 5 ફુટ જેટલું પાણી ઘુસતા લોકોના માલ સામાનને ખુબ નુકસાન પહોંચ્યું હતું તેમજ દુકાનોમાં પાણી ઘુસતા લોકોના માલસામાન તરવા લાગ્યો હતો.

જેને કારણે દુકાન માલિકોને અંદાજીત કરોડથી પણ વધારેનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે કલાકો સુધી તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈપણ વ્યવસ્થા ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો કે, સૌથી વધુ દાંતીવાડામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…