ગંભીરમાં ગંભીર બીમારીઓ નાબુદ કરવા માટે કેળાનું સેવન છે સૌથી શ્રેષ્ઠ ઉપાય- આ રીતે કરો…

166
Published on: 9:08 am, Wed, 20 October 21

સ્વાસ્થ્યની નજરે જોવામાં આવે તો કેળા શરીર માટે અનેકવિધ રીતે લાભદાયી નીવડે છે. કેળામાં કેટલાય જાતના પોષકતત્વો તથા વિટામિન રહેલા હોય છે કે, જે આપણને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપતા હોય છે. કેળામાં રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ તેમજ અમુક વિટામિન આપને બીમારીઓ સામે રક્ષણ આપતા હોય છે. આ ફળ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક છે.

અભ્યાસમાં જાણવા મળી રહ્યું છે કે, ફક્ત 100 ગ્રામ કેળાનું સેવન કરવાથી કેલેરી (89), પાણી (75%), પ્રોટીન (1.1 ગ્રામ), કાર્બ્સ (22.8 ગ્રામ), શુગર (12.2 ગ્રામ), ફાઇબર (2.6 ગ્રામ) તથા ફેટ (0.3 ગ્રામ) મળતા હોય છે. જયારે દરરોજ કેળા ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે દાવા કરાયા છે તો આવો જાણીએ કઈ બીમારીઓથી કેળા આપે છે રક્ષણ…

વજન ઘટાડવામાં મદદરૂપ:
કેળામાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધારે રહેલું હોય છે. કેળું ખાવાથી તમારું પેટ ભરેલું રહે છે તેમજ તમારું મેટાબોલિઝમ પણ મજબૂત બને છે. કેળાનું સેવન કરવાથી વજન વધારાની સિવાય ઘટાડી પણ શકાય છે. કારણ કે, કેળા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આની સાથે જ તમારી શુગર ક્રેવિંગ્સ પણ ખતમ કરી દેશે. કેળામાં પ્રચૂર માત્રા રહેલ પોટેશિમયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક:
ડાયાબિટીસના દર્દીઓ ક્યાં ફળો ખાવા એને લઇ મોટાભાગે મૂંઝાતા રહેતા હોય છે ત્યારે કેળા સ્વાદમાં મીઠા હોવાને લીધે મોટા ભાગના લોકો તેનાથી દૂરી બનાવતા હોય છે પણ ડાયાબિટીસના દર્દીઓ માટે કેળા ખુબ ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે કારણ કે, તેમાં ફાઇબર રહેલું હોય છે.

આની સાથોસાથ ફાઇબરનું સેવન બ્લડ શુગર સ્તરમાં ઘટાડો કરે છે. આની સિવાય વર્ષ 2018ના અભ્યાસના આધારે લેખકોએ તારણ કાઢ્યું કે, વધારે ફાઇબરવાળા ખોરાકથી ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો ઘટે છે. આમ, કેળાનું સેવન અનેકવિધ બીમારી માટે ઉપયોગમાં લેવાય છે.

પાચનક્રિયા બનાવશે મજબૂત:
કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોવાને લીધે પાચનક્રિયા સ્વસ્થ તથા મજબૂત રહે છે. જો તમે કોઇ પેટની સમસ્યાથી પરેશાન હો તો તમે ડાયટમાં કેળાને જરૂરથી સામેલ કરો. એનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર એકદમ સ્વસ્થ રહેશે. વર્ષ 2021માં થયેલ એક અભ્યાસ પ્રમાણે વધારે ફાઇબરવાળા આહાર ઇરિટેબલ બાઉલ સિંડ્રોમવાળા લોકોમાં સોજો, ગેસ અને પેટની સમસ્યાઓ ઘટાડવામાં ફાયદાકારક હોય છે.

હ્યદય માટે છે શ્રેષ્ઠ ફળ:
સંશોધકોનું માનવું છે કે, હ્યદયની કોઇપણ જાતની બિમારીથી પીડિત લોકોએ કેળાનું સેવન કરવું જોઇએ. કેળામાં વિટામિન-C, ફાઇબર, પોટેશિયમ, ફોલેટ તેમજ એન્ટિ ઓક્સીડેન્ટ રહેલા હોય છે કે, જે હ્યદયના સ્વાસ્થ્યને વધારે સારું બનાવવા માટે મદદરૂપ થતા હોય છે. વર્ષ 2017ના સર્વેમાં જાણવા મળ્યું કે, જે લોકો ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકનું સેવન કરે તેમના હ્યદયને જોખમ ખુબ ઓછું હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…