કોઈ ઔષધીથી ઓછી નથી કેળાની છાલ, આ રીતે સેવન કરવાથી ચપટી વગાડતા જ દુર થઈ જશે વર્ષો જુની બીમારી

Published on: 9:30 am, Wed, 20 October 21

હાલમાં અમે આપની માટે એક સ્વાસ્થ્યવર્ધક જાણકારી લઈને આવ્યા છીએ. કેળાનું સેવન કર્યા પછી તમામ લોકો તેની છાલ ફેંકી દેતા હોય છે પણ આ નકામી છાલ આપની અનેક સમસ્યા દૂર કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. કેળાની છાલ તમારા ગળામાં શરદી-ખાંસીને લીધે થતા દુ:ખાવામાં રાહત આપે છે.

આ રીતે કરો કેળાની છાલનો ઉપયોગ:
શરદી-ખાંસીને લીધે ઘણીવાર ગળામાં થતો દુ:ખાવો દૂર કરવા કેળાની છાલને ચાર ભાગમાં વહેંચીને ગેસ શરુ કરીને તવાને ગેસ પર રાખો. બાદમાં એના પર ઓછા તાપે કેળાની છાલ ગરમ કરો. ખાસ ધ્યાન રાખવું કે, છાલને એટલી જ ગરમ કરવી કે જેટલી ગરમ તમે તેને તમારી ત્વચા પર સહન કરી શકો.

જ્યારે કેળાની છાલ ગરમ થાય ત્યારે રૂમાલ તેમજ જાડુ સુતરાઉ કાપડ લઈને ગરમ કરેલ કેળાની છાલને આ કપડામાં લપેટીને તેને ફોલ્ડ કરી દો. હવે આ કપડાને તમારા ગળામાં લગાવીને શેક કરો. જો ટુવાલ અથવા તો કાપડ મોટું હોય તેમજ તેને ગળામાં લપેટવું સરળ હોય તો તમે તેને ગરદન પર પણ લપેટી શકો છો.

આ કાપડથી તમે ત્યાં સુધી શેક શકો કરો કે, જ્યાં સુધી તમને તેની ગરમાહટથી દુઃખાવામાં રાહતનો અનુભવ થાય. આવું કરવાથી તમને દુઃખાવામાં રાહત મળી શકે છે. ખાસ ધ્યાન રાખવું કે, કેળાની છાલથી ગળાની સફાઈ ત્યારે જ કરવાની રહેશે કે, જયારે તમને આ દુખાવો શરદી-ખાંસીને લીધે થતો હોય.

ગળામાં કોઈ અન્ય તકલીફ થવા પર તમારે આ ઉપાય અજમાવવાનો નથી. આની સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે, જયારે તમે ગળા પર લપેટેલું કપડું હટાવો ત્યારે કોઈપણ અન્ય કપડાંથી તમારા ગળાને 10 મિનિટ સુધી ઢાંકીને રાખો. આની સાથે જ સફાઈ પછી ઠંડુ પાણી બિલકુલ પીવું જોઈએ નહીં.

આ રીતે પણ થઇ શકે છે છાલનો ઉપયોગ:
આની સાથે જ કેળાની છાલને પોતાની ચામડી પર હલકા હાથે રગાળવાથી ડાઘ દૂર થઇ જાય છે. આની માટે કેળાની છાલ પર અડધી ચમચી મધ તથા એક ચપટી હળદર નાંખીને ઉપયોગ કરવો જોઈએ. આંખનો થાક દૂર કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કાકડીના ટુકડાની જેમ કરી શકાય છે.

આનો ઉપયોગ કરતા પહેલા તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખવી જોઈએ. કેળાની છાલ લગાવવાથી પગમાં દુ:ખાવો દૂર કરી શકાય છે. આની માટે કેળાની છાલ ગરમ કરીને તેને કપડામાં બાંધી દેવા જોઈએ. તમે ચામડાની ચંપલને પોલિશ કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આની માટે છાલના સફેદ ભાગને જૂતા પર થોડું ઘસવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…