બાબા રામદેવે કહ્યુ કે, અત્યારના ડોક્ટરો ડ્રગ્સ માફિયા એ તૈયાર કરેલા અભ્યાસક્રમોનો અભ્યાસ કરી રહ્યા છે

Published on: 2:12 pm, Fri, 9 July 21

એલોપેથિક ડોક્ટરો અને બાબા રામદેવ વચ્ચે થોડા સમયથી ઘર્ષણ થઇ રહ્યું છે. ત્યારે હાલમાં જ યોગગુરુ બાબા રામદેવ ગાઝિયાબાદના મોદી નગરમાં પતંજલિ યોગપીઠ સેન્ટરના ઉદઘાટન માટે ગયા હતા ત્યાં તેણે એક નિવેદન આપ્યું કે હાલમાં એલોપેથીમાં ભણી રહેલા ડોક્ટરો નો અભ્યાસક્રમ દેશના ડ્રગ્સ માફિયાઓ દ્વારા તૈયાર કરેલ છે આ નિવેદનને લઈને એલોપેથિક ડોક્ટરો ફરી એક વખત રોષે ભરાયા છે.

બાબા રામદેવે કહ્યુ છે કે તેમને જે સંશોધન શીખવાડવામાં આવે છે જેરોક્ષ ઉદ્યોગ દ્વારા તૈયાર કરેલ હોય છે.અને તેણે કહ્યું કે અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુ એલોપેથી છેતરપિંડીના કેસો સામે આવ્યા છે જેમાં આઇએએસ અને આઇપીએસ પણ શામેલ છે.

બાબા રામદેવ જણાવ્યું હતું કે રાજનાથ સિંહના સેક્રેટરી તેમને ત્રણ દિવસ પહેલા જ આ માહિતી આપી હતી. ઉપરાંત લીમડા અને ગીલોયા ઉપયોગ સંબંધિત આયુર્વેદિક દવાના કોભાંડ વિશે પણ જણાવ્યું હતું.

આજ સમયે મંચ ઉપર લોકસભા ભાજપના સાંસદ ડો સત્યપાલ સિંહ અને ભાજપના અધ્યક્ષ અશોક મહેશ્વરી ઉપરાંત ડોક્ટર મંજૂરી પણ હાજર હતા. આ વ્યક્તિઓમાંથી કોઈ એ પણ બાબા રામદેવને ડોક્ટર વિશે ટીકા કરતા રોક્યા નહીં મંચ પર બેઠેલા લોકો મૂંગા મોઢે સાંભળી રહ્યા હતા.