મહુડી જૈનધર્મનું પ્રાચીન તીર્થસ્થાન માંથી સૌથી પવિત્ર મંદિરોમાંનું એક છે- જાણો સંપૂર્ણ ઈતિહાસ

Published on: 2:41 pm, Mon, 21 February 22

મહુડી જૈનધર્મનું પ્રાચીન તીર્થસ્થાન માંથી સૌથી પવિત્ર મંદિરોમાંનું એક છે. આ સ્થાનને પ્રાચીન સમયમાં મધુમતી તરીકે ઓળખવામાં આવતું હતું. કહેવાય છે કે અહીં 2000 વર્ષ જૂની સંસ્કૃતિના પુરાવા આજે પણ જોવા મળે છે. આચાર્યદેવ બુદ્ધિ સાગરસૂરીશ્વરજીએ તપસ્યા કરીને આ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. આ મંદિરમાં ભગવાન ઘંટાકર્ણ મહાવીર મંદિરની પૂજા કરવામાં આવે છે તેમજ કહેવાય છે કે જેઓ ક્ષત્રિય રાજા તુંગભદ્રના રૂપમાં છે અને તેમના હાથમાં બાણ અને ધનુષ્ય પણ છે.

કહેવાય છે કે અહીં વિવિધ ધર્મના લોકો આ મૂર્તિના દર્શન કરવા માટે આવે છે અને તેમની તમામ મનોકામનાઓં પૂર્ણ થાય તે માટે પ્રાર્થના પણ કરે છે. તેમજ લોકોનું માનવું છે કે આ મૂર્તિમાં ચમત્કારિક શક્તિઓ છે જે લોકોના દુઃખ દૂર કરે છે. હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે અને દાન તરીકે સુખડી અર્પણ કરે છે, માનવામાં આવે છે કે આ દેવતાઓનું પ્રિય ભોજન છે.

અહીં 30 ફૂટ ઉંચી દિવાલ છે જે આરસપહાણ માંથી બનાવવામાં આવેલ છે અને તે મંદિરની નજીક આવેલી છે. આચાર્યએ અહીં ભગવાનની મૂર્તિ પણ સ્થાપિત કરી હતી. મુખ્ય મંદિરમાં પદ્મપ્રભુની 22 ઈંચ ઊંચી આરસની મૂર્તિ રાખવામાં આવી છે. આ એક રસમ છે કે ભક્તો, તીર્થંકરની આજુબાજુ એક ચકર લગાવે છે એટલે કે થોડું ચાલે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…