60 વર્ષની ઉંમરે આ વ્યક્તિએ ખેતીમાં જમાવ્યું પોતાનું નસીબ અને ચમકી ઉઠી કિસ્મત- એટલી કમાણી કરી કે… 

131
Published on: 3:13 pm, Wed, 21 September 22

સોસિયલ મીડિયા પર અવારનવાર ખેતીક્ષેત્રે અનેકવિધ મુશ્કેલીઓને પાર કરી સફળતાનાં શિખરને હાંસલ કરનાર વ્યક્તિઓની સફળતાની કહાની અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ એક અનોખી જાણકારી સામે આવી છે. સમગ્ર દેશમાં એવા પણ કેટલાક લોકો હોય છે કે, જેઓની ઉંમર ગમે તે હોય પણ કામ કરવાની ઈચ્છા ઘણા લોકોને થતી હોય છે.

આની સાથે જ કામ કરીને સફળતા મેળવતા હોય છે. આવો જ કિસ્સો હરિયાણામાં આવેલ જીંદ વિસ્તારમાં રહેતા સતબીર પૂનિયા નામના ખેડૂતની સાથે થયો હતો. સતબીર પુનિયાની ઉંમર 60 વર્ષથી વધારે હતી પરતું અત્યાર સુધીમાં તેમના ઉત્સાહ સાથેના કામમાં કોઈ દિવસ કમી રહી ન હતી.

સતબિરે 3 વર્ષ અગાઉ થાઈલેન્ડ એપલ, જામફળ તથા ઓર્ગેનિક શાકભાજીની ખેતીની શરૂઆત કરી હતી. હાલમાં સતબીર તએમની જમીનમાં ખેતી કરી રહ્યો હતો જયારે ખેતીની સાથે-સાથે સતબીરે 10 લોકોને રોજગારી પુરી પાડી હતી તેમજ આ ખેતીમાંથી સતબીરની વાર્ષિક આવક 40 લાખ રૂપિયા હતા.

હાલમાં આ સતબીરને લોકો બેર અંકલના નામથી પણ ઓળખતા થયા છે. સતબીરે શરૂઆતમાં આ ખેતી શરુ કરી ત્યારે સતબીરના પરિવારજનોને થાઈ સફરજનની ખેતી પસંદ ન હતી તો પણ સતબીરે થાઈ સફરજનનું ઉત્પાદન કરીને ખૂબ સારી પ્રેરણા મળી હતી.

સતબીર પાસે જમીનમાં વધારો થતો ગયો એ રીતે સતબીરે ફળોની સાથે શાકભાજીની ખેતીની પણ શરૂઆત કરી હતી. જેથી સતબીર થાઈ એપલના વાવેતરથી સતબીર એક એકરમાંથી અંદાજે 2 લાખ રૂપિયા કમાતો હતો તેમજ આ વૃક્ષ જૂનું થતું જાય તેમ તેની ઉત્પાદન ક્ષમતા વધતી જાય છે.

ફક્ત એક ઝાડમાંથી અંદાજે 1 ક્વિન્ટલ જેટલા ફળ મેળવી શકાતા હતા. આ ફળની ખેતી અંદાજે 20 વર્ષ સુધી કરી શકાય એટલે સતબીર પાસેથી અન્ય લોકો પણ થાઈ એપલની ખેતી અંગે માહિતી મેળવવા આવતા હતા, જેથી સતબીર વર્ષે આ ખેતીમાંથી લાખોની કમાણી કરતો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…