છોટા પેકેટ બડા ધમાકા: 16 વર્ષના આ ટેણીયાએ રમવા-કુદવાની ઉંમરે ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય

478
Published on: 2:07 pm, Sun, 27 March 22

આજના સમયમાં કઈપણ કરવું અશક્ય નથી. જો સાચા મનથી નિર્ણય કરીને મહેનત કરવામાં આવે તો દરેક કાર્યમાં સફળતા મળી શકે છે આવી જ એક સફળતાની કહાની સામે આવી છે. આજે આપણે એવા એક બાળકની વાત કરીશું જેણે 16 વર્ષની ઉંમરે પોતાની બુદ્ધિચાતુર્યથી કમાલ કર્યો છે. જણાવી દઈએ કે, આ બાળકનું નામ તિલક મહેતા છે. જે મુંબઈમાં પેપર્સ એન્ડ પાર્સલ્સ નામની લોજેસ્ટિક કંપની ચલાવે છે.

આ બાળક ભણવાની સાથે તેની હોશિયારીથી 200થી વધારે માણસના સ્ટાફવાળી કુરિયર કંપની ચલાવે છે. ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને તિલકે કંપનીની વ્યવસ્થા એવી રીતે ગોઠવી છે કે, પાર્સલ મોકલનારને કુરિયરની ઓફિસ સુધી લાંબા થવું પડતું નથી. તેનો પાર્સલ પહોચાડવાનો ચાર્જ પણ બીજી કંપનીઓ કરતા ઓછો છે.

તિલકે પોતાના પિતા પાસેથી ઉછીના પૈસા લઈને કંપની શરુ કરી હતી. સાથે જ કંપનીને સારો આવકાર પણ મળ્યો. જણાવી દઈએ કે, આજે તિલકની કંપનીમાં 200થી વધુનો સ્ટાફ છે અને રોજના 1,200થી વધુ પાર્સની ડિલિવરી કરે છે. શાળા છોડ્યા પછી, તિલક મહેતા કંપનીના કર્મચારીઓ સાથે ચર્ચા કરે છે. સ્વિગી-ઝોમેટોની જેમ, પાર્સલ મોકલનાર પાર્સલનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકે છે.

તિલક મહેતાને તેમની સિદ્ધિઓ માટે પુરસ્કારો પણ મળ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ તિલક મહેતાની સેવાઓની પ્રશંસા કરી છે. જણાવી દઈએ કે, તિલક મહેતા બિઝનેસમેન ઉપરાંત એક સારા વક્તા પણ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…