12 વર્ષની ઉંમરે અભિમન્યુ મિશ્રાએ ચેસમાં રચ્યો ઇતિહાસ, તોડ્યા વર્ષો જૂના રેકોર્ડ

Published on: 2:15 pm, Fri, 16 July 21

મૂળ ભારતના અને અમેરિકી 12 વર્ષના અભિમન્યુ મિશ્રા સૌથી યુવા ગ્રેડ માસ્ટર બનીને ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ પહેલા સર્જી કર્જાકિન ના નામે હતો. આ રેકોર્ડ 19 વર્ષ પહેલા નોંધાયો હતો જે અભિમન્યુ મિશ્રાએ તોડી નાખ્યો છે.

અભિમન્યુ મિશ્રા 12 વર્ષ 4 મહિના અને 24 દિવસમાં ગ્રાન્ડમાસ્ટર બની ગયા છે. જ્યારે ઓગસ્ટ 2002 માં કર્જાકિન 12 વર્ષ અને 7 મહિનાના હતા ત્યારે યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યા હાતા. એટલે કે વયના 3 મહિનાના અંતર સાથે અભિમન્યુએ રશિયન ગ્રાન્ડમાસ્ટરનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

માતા-પિતાનું સપનું સાકાર થયું
તમને જણાવી દઈએ કે અભિમન્યુ મિશ્રાના પિતા સોફ્ટવેર એન્જિનિયર છે. અને તેમણે તેમના દીકરાને યુરોપ જઈને ગ્રાન્ડમાસ્ટર ટૂર્નામેન્ટ રમવા દેવા માટે નિર્ણય લીધો હતો. જેથી અભિમન્યુ આ મુકામે પહોંચ્યા છે. તેમના પિતાએ પણ ખાનગી અખબારને જણાવ્યું કે ‘અમને ખ્યાલ હતો કે આ બહુ મોટો ચાન્સ છે.

આ મારું અને મારી પત્ની સ્વાતિનું સપનું હતું કે અમારો પુત્ર અભિમન્યુ સૌથી નાનો ગ્રાન્ડમાસ્ટર બનશે. આજે આ સ્વપ્ન સાચું પડ્યું. અમે અમારી ખુશીનું વર્ણન કરી શકીએ તેમ નથી.

નાની ઉંમરમાં ગ્રાંડમાસ્ટર
ગ્રાન્ડમાસ્ટર બનવા માટે 100 ELO પોઈન્ટ અને 3 GM નોર્મ્સની જરૂર પડે છે. અભિમન્યુએ એપ્રિલમાં પહેલો GM મેળવ્યો. મે મહિનામાં બીજો GM નોર્મ્સ મેળવ્યો અને હવે ત્રીજો GM નોર્મ મેળવીને તેઓ ગ્રાન્ડમાસ્ટર બની ગયા છે.