ગત રાત્રે આકાશમાં વાદળોનું તાંડવ રાજકોટમાં જોવા મળ્યું છે. રાત્રે 12:30 વાગ્યા આસપાસ આકાશમાં વાદળો વચ્ચે અફરાતફરી મચી ગઈ હોય તેવી રીતે ભારે ગડગડાટ સંભળાયો હતો. તેને કારણે મીઠી નિદ્રા માણી રહેલા લોકો અચાનક જાગી ગયા હતા. ત્યારબાદ થોડી જ મિનિટોમાં ભારે વરસાદ શરૂ થતા લોકોની ઊઘ પણ ઊડી ગઈ હતી. વરસાદની સાથે સાથે વાદળોની ગર્જના પણ જોવા મળી હતી. તેથી મોડી રાત્રે ભયાવહ માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ, કાગવડ નજીક ખોડલધામમાં મોડી રાત્રે વીજળીના કડાકાનો અદભુત નજારો ત્યાં લગાવેલા કેમેરામાં કેદ થઇ ગયો હતો.
રાજકોટના ખોડલધામ કાગવડ મંદિર નજીક વીજળીનો પ્રચંડ ટંકાર, જુઓ વીજળીના પ્રચંડ કડાકાનો આ અદભૂત નજારો… pic.twitter.com/eoJNsZ4RzP
— GUJJU ROCKZ (@gujju_rockz) September 29, 2021
મળતી માહિતી મુજબ, વીરપુર પાસેના યાત્રાધામ ખોડલધામ ખાતે વીજળીના કડાકાનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો હતો. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કરેલી અગાહીને કારણે ગત સમી સાંજથી જ વીરપુર વિસ્તારમાં વરસાદી માહોલ વીજળીના કડાકાભડાકા સાથે જામ્યો હતો. જેને કારણે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક કાગવડ ખોડલધામ મંદિર પર વીજળીના કડાકાનાં અદભુત આકાશી દૃશ્યો જોવા મળ્યા હતા.
આકાશી ફ્લેશ:મધરાતે મેઘતાંડવે લોકોને ધ્રુજાવી દીધા, ખોડલધામમાં વીજળીના પ્રચંડ કડાકાનો અદભુત નજારો, રાત્રે દિવસ જેવાં દૃશ્યો #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate #viralvideo pic.twitter.com/FDkJDdqMj5
— Trishul News (@TrishulNews) September 29, 2021
આમ તો રાત્રે 12 વાગ્યાથી જ રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ થયો હતો, જે સવારે 6 વાગ્યા સુધી શરુ રહ્યો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર, સવારે 6 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં પોણાચાર ઈંચ, વેસ્ટ ઝોનમાં પોણાચાર ઈંચ અને ઈસ્ટ ઝોનમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે મોસમનો સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 51 ઈંચ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, વેસ્ટ ઝોનમાં 1231 મિમી અને ઈસ્ટ ઝોનમાં 1213 મિમી વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, ગત વર્ષે રાજકોટમાં મોસમનો કુલ 50 ઈંચ વરસાદ પડયો હતો, જેમાં આ વર્ષે એક ઈંચનો વધારો થતો જોવા મળે છે. બીજી બાજુ, વરસાદ અને વાદળોનું આટલું રૌદ્ર સ્વરૂપ જોઈને ઘરમાં સૂતેલા લોકો પણ સફાળા જાગી ગયા હતા અને કોઈ મોટી ખાનાખરાબી ન સર્જાય તે માટે અનેક ઘરોમાં પ્રાર્થનાઓ અને દુઆઓ કરવા લાગ્યા હતા. મેઘરાજાએ રાત્રે 12:30 વાગ્યા આસપાસ ધમરોળવાનું શરૂ કરતાં જાગી ગયેલા લોકો જ્યાં સુધી વરસાદ બંધ ન થયો ત્યાં સુધી સૂતા નથી. જોકે વહેલી સવારે વરસાદ રોકાઈ જતાં બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…