મેઘરાજાએ તબાહી મચાવી: જામનગરમાં બળદ સહિત ખેડૂત નદીમાં તણાયો, વિડીયો જોઇને હેબતાઈ જશો

161
Published on: 10:18 am, Tue, 28 September 21

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા હોય એવો માહોલ જોવા મળ્યો છે ત્યારે રાજ્યમાં ‘ગુલાબ’ વાવાઝોડાની અસરને લીધે ગઈકાલે વહેલી સવારથી જ અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હાલમાં અમદાવાદમાં અંડરબ્રિજમાં તણાઇ જવાને લીધે એક જવાનજોધ યુવકનું મોત નીપજ્યું છે.

જામજોધપુરમાં ખેડૂત તણાયો: 
જામજોધપુરમાં આવેલ ગીંગણી ગામમાં ખેડૂત પોતાના બળદોની સાથે તણાઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. વેણુ નદીમાંથી પસાર થતી વખતે આ ઘટના સામે આવી રહી છે. અહીં ચોંકાવનાર બાબત તો એ છે કે, તપાસ વખતે એક બળદનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ખેડૂતની શોધખોળ હજુ પણ ચાલુ છે. ખેડૂતનાં પરિવારજનો આ ઘટના બન્યા પછી હેબતાઈ ગયા છે તેમજ પ્રાર્થના કરી રહ્યા છે.

અમદાવાદમાં 1 વ્યકિતનું થયું મોત:
અમદાવાદમાં પણ અતિભારે વરસાદ પડ્યો હોવાને લીધે સરખેજમાં આવેલ વણઝરવાસ નજીકના ગરનાળામાં એક યુવક ગરકાવ થઈ જતા તેનું મોત થયું છે. અતિભારે વરસાદને લીધે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કે, જેમાં યુવક મૃત્યુ પામ્યો હતો. તેના મૃતદેહને ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત પછી બહાર કાઢવામાં આવ્યો હતો.

રાજ્યમાં શિયરઝોન થયું સક્રિય:
ઓડિશા તથા આંધ્રપ્રદેશમાં ‘ગુલાબ’ વાવાઝોડું ટકરાયું છે કે, જેની અસર ગુજરાતના દરિયાકાંઠે પણ જોવા મળશે. આ વાવાઝોડાને લીધે રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે કે, જેમા ગુજરાતને ક્રોસ કર્યા પછી ગુલાબ વાવાઝોડું ફરી થશે સક્રીય. જેને લીધે રાજ્યમાં 29-30 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દક્ષીણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…