
કેદીઓના માનસપટનાં પરિવર્તન તથા જીવન ઉત્કર્ષના એક પ્રયોગ સ્વરૂપે રાજ્યના જેલ વિભાગે દ્વારા વડોદરાની મધ્યસ્થ તુરંગને સંલગ્ન વિશાળ જગ્યામાં દંતેશ્વર ઓપન જેલ શરૂ કરીવામાં આવી છે. કે, જ્યાં કેદીભાઇઓનો રેકોર્ડ ખૂબ સારો છે તેમજ મહેનત માંગતાં કૃષિકાર્યોમાં જેઓ કુશળ છે. તેઓને અહીં જેલના બંધિયાર નહીં પરંતુ ખુલ્લામાં શાકભાજી ઉછેરના કાર્યોમાં જોડવામાં આવ્યાં છે.
વૃક્ષ ઉછેરનો વ્યાયામ મનને શાંતિ આપનાર બન્યો:
અહીં ગીર ગાયોની ગૌશાળા શરૂઆત થતા કેદીભાઇઓ ગૌપાલક તો બની ચૂક્યા છે પરંતુ હવે ખુલ્લી જેલના વિશાળ પરિસરમાં સંત નિરંકારી મિશનના સહયોગથી 2,000 ફળાઉ તેમજ ઔષધીય વૃક્ષોની લીલી વાડીનો ઉછેર કરવાનું આયોજન જેલ પ્રશાસન દ્વારા થતા તેઓ વૃક્ષપાલક બની રહેશે.
આમ પણ વૃક્ષો તથા હરિયાળી મનને શાંતિ આપે છે ત્યારે સાંસારિક વ્યાધિ ઉપાધિથી થયેલ ભૂલોથી જેમને સજા ભોગવવાનો વારો આવ્યો છે, એવા આ ભાઈઓ માટે વૃક્ષ ઉછેરનો વ્યાયામ મનને શાંતિ આપનાર બની રહેશે. જે અન્ય લોકો માટે ખુબ પ્રેરણાદાયી બન્યા છે.
2,000 રોપાઓનું રોપાણ કર્યું:
જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન તેમજ ઓપન જેલના અધિક્ષક બી.બી.ઝાલાના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલ આ અભિયાન હેઠળ કેદીભાઇઓએ હાલમાં નિરંકારી સંસ્થાના સેવકોના સહયોગથી 2,000 રોપાઓનું રોપાણ પૂરું કર્યું હતું. સિનિયર જેલર વી.ડી.બારીયા તથા જેલ સ્ટાફ આ કાર્યમાં જોતરાયો હતો. સંસ્થા તરફથી વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ બલજીતકૌરજી દ્વારા સંકલન કર્વામાં આવ્યું હતું.
એક લીલું પ્રકરણ ઉમેરાયું:
સેન્ટ્રલ જેલના કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડ જણાવે છે કે, અહીં આંબો, ચીકુ, આમળા, દાડમ, સીતાફળ, લીંબુ, સરગવો સહિતના રોપાનું વાવેતર કરાયું છે. ફળાઉ વૃક્ષોના ઉછેરથી અનેકવિધ ભાતના પક્ષીઓ તથા પતંગિયા આ વાડીની શોભામાં વધારો કરશે.
આની સાથોસાથ જ નિરંકારી સંસ્થા વૃક્ષોના ઉછેર તેમજ જતનમાં પણ યોગદાન આપશે. વડોદરા સેન્ટ્રલ જેલ દાયકાઓથી કેદી કલ્યાણની પ્રયોગભૂમી રહી છે. જેમાં વૃક્ષ ઉછેર અભિયાનથી જાણે કે, એક લીલું પ્રકરણ ઉમેરાયું હોય એવું લાગી રહ્યું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…