ધન્ય છે આ માતાને… 6 મહિનાની દીકરીને સાથે લઇ અસ્મીતાબેન ગામે-ગામે જઈને લોકોને પ્રેરિત કરીને આપે છે વેક્સીન

119
Published on: 12:42 pm, Thu, 16 December 21

સરકારી અધિકારી અથવા કોઈ સરકારી કર્મચારીનું નામ આવે, ત્યારે હંમેશા લોકોની માનસિકતા પ્રમાણે બેજવાબદાર અને લબાડ કામકાજમાં નામ આવે છે. પરંતુ હાલ એક એવા સરકારી કર્મચારીની વાત કરવાના છીએ, જેને જાણીને તમે વખાણ કરતા નહીં થાકો.

આજના સમયમાં પણ ઘણા એવા કર્મચારીઓ છે, જે સાચી નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં કમ્યુનિટી હેલ્થ વર્કર તરીકે કામ કરતા અસ્મિતાબેનના આજે ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, અસ્મિતાબેનના માથે છ મહિનાની દીકરીની જવાબદારી છે. તેમ છતાં અસ્મિતાબેન ફરજ દરમિયાન દીકરીને સાથે જ રાખે છે અને પોતાનું કાર્ય કરે છે.

સામાન્યત: આવી પરિસ્થિતિમાં કોઈપણ મહિલા ઘરે બેસીને બાળકનું ધ્યાન રાખવાનું વધારે પસંદ કરે છે, પરંતુ આ મહિલા દીકરીને સાથે રાખી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. અસ્મિતાબેન રાજકોટના ગામે ગામે જઈને, ગામ લોકોને કોરોના વેક્સિન લેવા માટે પ્રેરણા આપે છે, સાથોસાથ વેક્સિનથી ડરેલા લોકોને સાચી માહિતી આપી લોકોમાં કોરોના વેક્સિન નો ડર દૂર કરે છે.

આ દરમિયાન અસ્મિતાબેન છ મહિનાની દીકરી હંમેશા તેમની સાથે જ રહે છે. ઘણા લોકો તો આ જોઈને જ વેક્સીન લેવા તૈયાર થઈ જાય છે. જ્યારે એક મહિલા પોતાના છ મહિનાના બાળકને સાથે લઈને કોરોના વેક્સિન આપવા માટે જાય છે, ત્યારે લોકો પણ પ્રેરિત થાય છે અને સામેથી વ્યક્તિ મુકાવવા તૈયાર થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…