આજે અમે આપની માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જેને જાણીને આપને ખુબ આશ્વર્ય થશે. શું આપ જાણો છો કે, સીતાફળનું એશિયાનો સૌથી મોટુ ફાર્મ ક્યાં આવેલુ છે. આ ખેતર છત્તીસગઢમાં આવેલ છે. છત્તીસગઢમાં આવેલ દુર્ગ જિલ્લાના ધૌરાભાઠા ગામમાં આવેલ છે. અંદાજે 400 એકરમાં ફેલાયેલ આ ખેતરમાં એકસાથે કુલ 16 પ્રકારના ફળની ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે.
આ ફાર્મની શરૂઆત અનિલ શર્મા તથા વઝીર લોહાને વર્ષ 2014માં કરી હતી. તો આવો જાણીએ આ ફાર્મ વિશે અન્ય વિગતો… અનિલ શર્મા જણાવે છે કે, આ ફાર્મની શરૂઆત કરવા માટે તેમને વર્ષ 2005માં જમીન ખરીદવાની શરૂઆત કરી હતી. કારણ કે, તે સમયે આ વિસ્તારમાં જમીન ખૂબ સસ્તી મળતી હતી.
ત્યારબાદ વર્ષ 2014માં જમીનને સમથળ કરીને ખેતર તૈયાર કરવામાં આવ્યું હતું. આની સાથે જ આપને જણાવી દઈએ કે, હાલમાં આ ફાર્મમાં એકસાથે કુલ 16 પ્રકારના અનેકવિધ ફળની ખેતી કરવામાં આવે છે. જેમાંથી તેઓ અનેકગણી કમાણી કરી રહ્યા છે.
સીતાફળનાં ઉત્પાદન માટે એશિયાનું સૌથી મોટુ ફાર્મ:
આ ફાર્મ સીતાફળનાં ઉત્પાદન માટે સમગ્ર એશિયાનું સૌથી મોટુ ફાર્મ છે. અહીં 180 એકરમાં સીતાફળની ખેતી કરવામાં આવે છે. આની સાથે જ જામફળની પણ અહીં ખેતી કરવામાં આવે છે. આની ઉપરાંત ડ્રેગન ફ્રૂટના ઉત્પાદન માટે અહીં ભારતનું સૌથી મોટુ ફાર્મ આવેલ છે. એકસાથે 25 એકરમાં આંબાનું વાવેતર કરાયું છે. આની ઉપરાંત ચીકુ, મૌસંબી, લીંબુ સહિત અન્ય કેટલાય ફળના ઝાડ પણ લગાવવામાં આવ્યા છે.
કેવી રીતે આવ્યો વિચાર?
અનિલ શર્મા જણાવતા કહે છે કે, તેમના દાદાજી ખેડૂત હતા. પિતાજી પણ સરકારી શિક્ષક તેમજ ખેડૂત હતા. જયારે પોતે બિઝનેસ કરી રહ્યો હતો. તેઓ જણાવે છે કે, તેઓ માઈનિંગનો બિઝનેસ કરતો હતો. તે જાણતો હતો કે, માઈનીંગથી પ્રદૂષણ થાય છે.
જેથી તેને વિચાર આવ્યો કે, જો ક્યાંય ભગવાન હોય અને ધરતી પર આ જીવન પુરૂ કરીને જવાનું છે. આવા સમયે જો તે ઉપર આપણને પુછશે કે, તમે સારામાં સારૂ કામ શું કર્યુ જે ધરતી પર મોકલ્યા હતા. આ માટે મારા મનમાં આ વિચાર આવ્યો કે, આપણે જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ તેને ઓછુ કરવા માટે શું કરી શકાય?
એ માટે અહીં દોઢ લાખ ઝાડનું વાવેતર કર્યું છે કે, જેથી પ્રદૂષણ ઓછુ કરી શકાય. ફળની ઉપરાંત અહીં ગીર પ્રજાતિની 150 ગાયોનું પણ પાલનપોષણ કરવામાં આવે છે. તેમના ચારા તેમજ ફાર્મમાં જ શેરડી, મકાઈ તથા નેપિયર ઘાંસની ખેતી કરવામાં આવે છે. આની સાથે જ ગાયના છાણ તથા ગૌમૂત્રથી જૈવિક ખેતી કરવામાં આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…