શહીદની શહાદતને સો-સો સલામ: ખડેપગે દેશની સેવા કરનાર ASI થયા શહીદ – ‘ઓમ શાંતિ’

289
Published on: 5:51 pm, Sat, 16 July 22

દેશના જવાનો પોતાના દેશની રક્ષા કરવા માટે ચોવીસે કલાક ખડેપગે રહેતા હોય છે. તેમજ રક્ષા માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દેતા હોય છે. ત્યારે આવા જ એક દુ:ખદ સમાચાર મળી અઆવ્યા છે. હાલમાં જ આપણી સેનાના આ જવાન ASI મુસ્તાક અહેમદ શહીદ થયા છે.

મળતી માહિતી અનુસાર, આ પોલીસ કર્મી મૂળ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના સોચ ગામના રહેવાસી હતા અને તેઓ મંગળવારે ફરજ પર હતા. એ સમયે સાંજના સવા સાત વાગે જીડી ગોએન્કા સ્કૂલ પાસે લાલ બજાર વિસ્તારમાં દેશની સેવા કરતા કરતા આ ASI ઘાયલ થયા હતા. જેમાં તેઓ ઘાયલ થવાથી શહીદ થયા હતા. ઘટનાની જાણ થતા જ પરિવારના શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

ત્યારે જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં બીજા બે પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા, હાલ સુધીમાં ઘણા પોલીસ કર્મીઓ શહીદ થયા હતા. એવામાં જ્યાંરે આ શહીદ પોલીસ કર્મીના પરિવારને તેમની શહાદતના સમાચાર મળતા જ આખો પરિવાર ખુબ જ દુઃખી થઇ ગયો હતો.

શહીદ ASI મુશ્તાક અહેમદને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. સાથે જ આ જવાનના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવા માટે ઘણી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. અહીંયા ઘણા અધિકારીઓએ પણ અંતિમ વિદાય વખતે હાજરી આપી હતી. આજે પરિવારના લોકોને ASI પર ખુબ જ ગર્વ છે. તેમજ એ સમયે પરિવારના લોકોની આંખોમાં સતત આસુઓ વહેતા હતા બધા જ લોકો રડી રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…