સુરતના ખેડૂતભાઈ દૂધ અને હળદરના ઉપયોગ દ્વારા ખેતીમાંથી કરી રહ્યા બમણી કમાણી, દેશ વિદેશથી લોકો આવે છે શીખવા

Published on: 6:29 pm, Mon, 16 August 21

હાલ ખેડૂતો બીજા કરતા કંઇક અલગ કરીને અઢળક કમાણી કરી રહ્યા છે. ગુજરાતના કેટલાક ખેડૂતો એવા છે જેમણે પોતાની પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતીમાં કિસ્મત અજમાવી છે અને હાલ ઓછા ખર્ચે ઊંચી કમાણી કરી રહ્યા છે. હાલ સુરતના આવા જ એક ખેડૂત ની વાત અહીંયા થઈ રહી છે જેમણે બીજાથી કંઈક અલગ કરીને ખેતી ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સામાન્ય રીતે મોટાભાગના ખેડૂતો જમીન તૈયાર કરવા માટે વિવિધ રસાયણોનો ઉપયોગ કરે છે. જેમ કે બીજ વાવવાથી લઈને પાક તૈયાર કરવા સુધી રસાયણનો ઉપયોગ કરે છે જેના કારણે સારું એવું ઉત્પાદન થાય છે અને સારો નફો મળે છે. હાલના સમયની વાત કરીએ તો ખેડૂતોનું ધ્યાન ઓર્ગેનિક ખેતી તરફ વધારે ચૂક્યું છે, જેના કારણે ઓર્ગેનિક જંતુનાશકો અને અન્ય ખાતરોનો ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના મોટાભાગના ખેડૂતો ગાય આધારીત ઓર્ગેનિક ખેતી સાથે સારો નફો મેળવી રહ્યા છે.

સૌથી પહેલા જાણીએ કે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી માં શું આવે?
ગાય આધારિત ખેતી એટલે ખેતીમાં ગૌમુત્ર, ગોબર અને ગાયના દૂધનો ઉપયોગ કરવો. આજે આવા જ એક ખેડૂતની વાત નહીં થઈ રહી છે કે જેમણે ગાય આધારિત ખેતી કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરીને બમણો નફો કર્યો છે. સુરતના ખેડૂતભાઈ અશ્વિન નારીયા ગાય આધારિત ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.

સુરતના ખેડૂતભાઈ અશ્વિન નારીયા ખેડૂત ની સાથે સાથે એક સલાહકાર પણ છે અને અન્ય ખેડૂતોને આ પ્રકારની ખેતી કરવા માટે મદદ પણ કરી રહ્યા છે. અશ્વિનભાઈ જણાવતા કહે છે કે, હું છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની ખેતીમાં સંશોધન કાર્ય કરી રહ્યો છું. વિજ્ઞાનિક રીતે સાબિત થયેલા પાંચ સંસ્કારથી મળેલા પરિણામો અને ગાય આધારિત ખેતી સફળ નીવડી છે. આ સાથે સાથે આ ખેતી થી થતા ફાયદાઓ ખૂબ જ આશ્ચર્યજનક છે.

અશ્વિનભાઈ જણાવતા કહે છે કે, આપણે અત્યાર સુધી આપણે કુદરતી પદ્ધતિઓ દ્વારા બીજ જમીન હવા વનસ્પતિ અને પાણીને શુદ્ધ કરીએ છીએ અને તેમાં પણ સકારાત્મક ઊર્જા મૂકીએ છીએ આમ કરવાથી ખેતીની ઉપજ પર ખૂબ સારી અસર પડે છે. સૌથી પહેલાં તો ખેડૂત ખેતી કરતા પહેલા જમીન તૈયાર કરે છે. આવી જ રીતે જમીન તૈયાર કરતાં સમયે અશ્વિનભાઈ નારિયેળ, લીમડો, જાંબુ, કેરી જેવા મોટા વૃક્ષો ખેતર ની આસપાસ ઉગાડે છે.

આમ કરવાથી ખેતરની અંદર વિશાલ ઇકો સિસ્ટમ તૈયાર થાય છે અને ત્યારબાદ જમીન તૈયાર કરવા ખેતરમાં એકર દીઠ 50 લિટર ગૌમુત્ર સાથે સાથે ૧૦ લિટર એરંડીયાનું તેલ મેળવવામાં આવે છે. આ સિવાય પણ અશ્વિનભાઈ ગાયના છાણમાંથી બનેલી રાખ જમીન પર છંટાવે છે. અશ્વિનભાઈ સમજાવતાં કહે છે કે, ૨૬ ટકા જેટલો ઓક્સિજન તો ગાયના છાણમાંથી જ મળી આવે છે.

વધુમાં જણાવે છે કે ગોબર ને બાળીને બનાવેલી રાખમાં ઓક્સિજન નું પ્રમાણ ૫૪ ટકા જેટલું થઈ જાય છે આ રાખ જમીનમાં ઓક્સિજનની માત્રા વધારવાનું કાર્ય કરે છે. બીજ રોપાય એ પહેલા અશ્વિનભાઈએ કીધું કે, બીજ સંસ્કાર કરવામાં આવે છે. બીજી સંસ્કાર માટે અશ્વિનભાઈ ખાસ બીજામૃત તૈયાર કરે છે.

બીજામૃત તૈયાર કરવાની રીત
1 કિલો ગાયનું છાણ એક લીટર ગૌમુત્ર 50 ગ્રામ જુનો સો ગ્રામ ગાયનું દૂધ સો ગ્રામ હળદર આ દરેક વસ્તુ ૧૦ લિટર પાણીમાં ભેળવી ને 24 કલાક પલાળી રાખ્યા બાદ બીજ રોકવામાં આવે છે. ત્યારબાદ પાણીના PH સ્તરને વધારે સારું કરવા કુશઘાસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘાસના ઉપયોગથી પાકની જીવાતો અને અન્ય રોગોથી બચવા માટે કરવામાં આવે છે. 15 લિટર પાણીમાં 250 ગ્રામ ગાયનું દૂધ અને ૧૦૦ ગ્રામ ગોળ ભેળવીને ખેતર માં છટકાવ કરવો જોઈએ.

સૌથી છેલ્લી વિધિ એટલે હવા
વાતાવરણમાં ફેલાતી અશુદ્ધ હોવાથી પાકમાં નવા નવા રોગો ઉત્પન્ન થાય છે. અશુદ્ધ હોવાથી પાકની ઉપજ અને ઘણું નુકસાન થાય છે. હવાના શુદ્ધિકરણ માટે ગાયના છાણ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. અશ્વિનભાઈ જણાવતા કહ્યું કે હવનના ધુમાડાથી લગભગ એકસો આઠ પ્રકારના ગેસ છુટે છે, જે વાતાવરણમાં હાજર મોટાભાગના બેક્ટેરિયાને મારી નાખે છે અને હવા શુદ્ધ કરે છે.

આ દરેક પદ્ધતિઓનો ઉપયોગ કરતા પહેલા અશ્વિનભાઈએ ઘણા પ્રકારના સંશોધનો કર્યા હતા. આ ઉપરાંત અશ્વિનભાઈ વૈજ્ઞાનિક તપાસ પણ કરાવી હતી જેના કારણે લોકોને વધારે વિશ્વાસ બેસે. અશ્વિનભાઈ ની ખેતી વિશે વાત કરીએ તો માત્ર ૪ એકરમાં અશ્વિનભાઈ 39 પ્રકારની શાકભાજીઓનો ઉડાડે છે. આ સાથે સાથે જ અશ્વિનભાઈ પાંચ સ્તરની ખેતી પણ કરી રહ્યા છે અને વર્ષ દરમિયાન ખેતરમાં કંઈકને કંઈક વધતું રહે છે. અશ્વિનભાઈ જણાવતા કહે છે કે મલ્ટિપ્લેયર ખેતી સાથે ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન ઓછી જમીનમાં ખેતી કરીને ખૂબ સારો નફો મેળવી શકે છે અને ઓછા કરે છે વધુ ઉપજ મેળવી શકે છે.

બીજી તરફ ઓર્ગેનિક ટેકનોલોજી અપનાવીને ખેતી ક્ષેત્રમાં થતો મોટાભાગનો ખર્ચ ઘટી જાય છે. હાલમાં જ અશ્વિનભાઈએ આફ્રિકા અને પોર્ટુગલમાં પણ આવા ખેતરો તૈયાર કરવાનું કામ મળ્યું છે. સુરતના અશ્વિનભાઈ ખરા અર્થમાં પ્રગતિશીલ ખેડૂત છે અને દેશના લાખો ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.