આસારામ બાપુ ફરીએકવાર વિવાદમાં: તેમનાં આશ્રમમાંથી 15 વર્ષની સગીરાનો મૃતદેહ મળતા ચકચાર

665
Published on: 3:00 pm, Fri, 8 April 22

આસારામ બાપુ ફરી એકવાર વિવાદમાં આવ્યાં અને કાળા કામમાં પકડાયાનું સાબિત થયું. જેલમાં રહેલાં આસારામ બાપુના ગોંડા આવેલાં આશ્રમ માંથી મળી આવ્યો એક તરૂણીનો મૃતદેહ. યુવતીની ઉંમર 13-14 વર્ષની આસપાસ હોવાનું જણાય છે. મૃતદેહ હોવાની માહિતી સામે આવતાં વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, અહીં આસારામનો આશ્રમ છે. યુવતી 5 એપ્રિલથી ગુમ હતી. ત્યારબાદ સગીરાનો મૃતદેહ અલ્ટો કારમાંથી મળી આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પિતા અને પુત્ર પર બળાત્કારનો આરોપ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર સુરતમાં રહેતી બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

જેમાં મોટી બહેને આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જયારે નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં આસારામ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જો કે આ કેસની સુનાવણી લાંબા સમયથી અટકેલી છે. આસારામને બળાત્કાર માટે દોષી ઠેરવવામાં આવ્યા આસારામને કોર્ટ દ્વારા 2013માં તેના આશ્રમની એક યુવતી પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યા હતા. યુવતી સગીર હતી.

યુવતીએ આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. આસારામ 2013થી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામને 2018માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આસારામે ઘણી વખત જામીન માટે અરજી કરી છે,

પરંતુ દરેક વખતે તેમના પ્રયાસો નિષ્ફળ ગયા છે. આસારામના પુત્ર પર પણ કસાયો હતો ગાળીયો આ સાથે જ આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલી વધી ગઈ છે. નારાયણ સાંઈ હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેલમાંથી બહાર આવવા માટે નારાયણ સાંઈએ કોર્ટ સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા.

જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની માતા બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર માટે તેને જામીનની જરૂર છે. હાઈકોર્ટે પોલીસને જામીનના કાગળો તપાસવા આદેશ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નારાયણ સાંઈએ ખોટા દસ્તાવેજોના આધારે જામીન મેળવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…