તુલસીના પાન તોડતા પહેલા વાંચી લેજો શાસ્ત્રોમાં જણાવેલી આ 6 વાતો

241
Published on: 6:59 pm, Sat, 25 September 21

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ આપ્યું છે. દેવતુલ્ય સમાન આ છોડને માનવામાં આવે છે. તેને કારણે દરેક હિન્દુ પરિવારમાં એક તુલસીનો છોડ હોય છે. એટલું જ નહીં, તુલસીના છોડની પૂજા પણ કરવામાં આવે છે.

પરંતુ તુલસીનો છોડ ધાર્મિક મહત્વની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે તેના પાંદડાઓનો ઉપયોગ પણ કરી શકાય છે. ખાસ કરીને તુલસીના પાનનું શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓમાં સેવન કરવાથી તેનાથી છુટકારો મળી શકે છે.

તેથી જ લોકો તેમના ઘરોમાં તુલસીનો છોડ રોપતા હોય છે. પરંતુ શું તમને જાણ છે કે, તુલસીના પાન તોડવા માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો પણ જાણવામાં આવ્યા છે. તેને કારણે તેના પાંદડા તોડતા પહેલા, શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

1. કયા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ:
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, રવિવારે ક્યારેય પણ તુલસીના પાંદડા તોડવા ન જોઈએ. તુલસીના પાન અમાવસ્યા, ચતુર્દશી અને દ્વાદશી પર તોડવું પાપ માનવામાં આવે છે. તુલસીના છોડને રવિવારે પાણી પણ આપવું પાપ સમાન છે. જો આ દિવસે તમે તુલસીના પાન તોડશો તો તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

2. તુલસીના પાનને નખથી તોડશો નહીં:
તુલસીના પાન તોડવા માટે ઘણા લોકો પોતાના નખનો ઉપયોગ કરે છે. નખને બદલે તુલસી તોડવા માટે આંગળીની ટોચનો ઉપયોગ કરવો વધુ સારું સાબિત થાય છે.

3. કયા સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ:
તુલસીના પાન ક્યારેય પણ સૂર્યાસ્ત પછી ના તોડવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, સાંજના સમયે દેવી તુલસી, જેમને શ્રી રાધાનું સ્વરૂપ માનવામાં આવે છે, તે જંગલમાં શ્રી કૃષ્ણ સાથે રાસ કરવા માટે જાય છે. જો કોઈ તેમના રાસમાં વિક્ષેપ ઉભો કરે છે, તો તેણે શ્રી કૃષ્ણ તેમજ શ્રી રાધાના ક્રોધનો સામનો કરવો પડતો હોય છે. આ સિવાય તુલસીના પાંદડા ચંદ્ર અને સૂર્ય ગ્રહણ સમયે પણ તોડવા ન જોઈએ.

4. ક્યારે તુલસીના પાનને સ્પર્શ ના કરવો:
સ્નાન કર્યા પછી હંમેશા સ્વચ્છ હાથથી જ તુલસીના છોડને સ્પર્શ કરવો જરૂરી છે. જો તુલસીના પાન પહેલેથી જ તૂટી ગયા હોય તો તેને પણ સ્વચ્છ હાથથી સ્પર્શ કરવા જરૂરી છે.

5. સુકાઈ ગયેલા તુલસીના પાન અને પાંદડા સાથે શું કરવું:
જો તમારા ઘરમાં તુલસીનો છોડ સંપૂર્ણપણે સુકાઈ ગયો હોય તો તેવા છોડને ઘરમાં ના રાખો. તેને પવિત્ર નદીમાં ડુબાડી દો કારણ કે, ઘરમાં સૂકા તુલસીનો છોડ રાખવો શાસ્ત્રોમાં અશુભ મનાય છે.

6. ભૂલથી પણ તેમના પર તુલસીના પાન ના ચડાવો:
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી ભગવાન વિષ્ણુના કોઈપણ સ્વરૂપને તુલસીના પાન અર્પણ કરવામાં આવે છે. પરંતુ તુલસીના પાંદડા ક્યારેય ભગવાન શિવ અને ભગવાન ગણેશને ચડાવવામાં આવતા નથી. તમને જણાવી દઈએ કે, શ્રી રાધા ભગવાન શિવને તેમની આરાધ્ય માને છે અને તુલસીનો છોડ શ્રી રાધાનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…