દેશને સૌપ્રથમ સિલ્વર મેડલ અપાવનાર ભાવના પટેલને હર્ષ સંઘવીએ 3 કરોડનો ચેક કર્યો અર્પણ

396
Published on: 4:45 pm, Thu, 21 October 21

ટોક્યો પેરાલિમ્પિકમાં અમદાવાદની દીકરી ભાવિના પટેલે સમગ્ર દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું હતું. ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને સૌપ્રથમ સિલ્વર મેડલ આ દીકરીએ અપાવ્યો હોવાથી આ  મેડલ જીતવા બદલ સમગ્ર દેશમાંથી ભાવિના પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ભાવના પટેલનાં ઘરે જઈને 3 કરોડનો ચેક આપ્યો:
રાજ્યના ગૃહ અને રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આજે પેરાઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલના ઘરે ગયા હતા કે, જ્યાં મેયર કિરીટ પરમાર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સાથે ઉપસ્તિથ રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે, હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમની સાથે બેસીને તેમને શુભેચ્છાઓ આપી હતી તેમજ પેરાઓલિમ્પિક વિશે ચર્ચા કરી હતી બાદમાં તેમના સિલ્વર મેડલ વિશે પણ ચર્ચા કરી હતી. સાથોસાથ સરકાર દ્વારા કરાયેલ 3 કરોડની જાહેરાતનો ચેક પણ આપ્યો હતો.

સંઘવી ભાવિના પટેલ સાથે અન્ય ખેલાડીને પણ મળ્યાં:
આની ઉપરાંત હર્ષ સંઘવીએ ભાવિના પટેલ તેમના ઘરે જ્યાં પ્રેક્ટીસ કરી રહ્યા હતા તે ટેબલ ટેનિસની જગ્યાની પણ મુલાકાત લેવામાં આવી હતી. બીજા ખેલાડીઓની સાથે પણ ભાવિના પટેલના ઘરમાં હીંચકા પર બેસીને વાતચીત કરી હતી. મેયર કિરીટ પરમાર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સાથે પણ રમતગમત વિશે ચર્ચા કરી હતી.

ભાવિના પટેલના ઘરેથી કઈક શીખીને જાવ છું: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આજે ભાવિના પટેલને ઘરે આવ્યો તેનો ખુબ આનંદ રહેલો છે. રાજ્ય સરકાર દ્વારા ઇનામ નહિ પણ 3 કરોડનો ચેક ગૌરવ સ્વરૂપે અપાયો છે. આજે ભાવિના પટેલના ઘરેથી કઈક શીખીને જાઉ છું. ભાવિના પાસેથી પણ અમુક સૂચનો મળ્યા છે. આગામી દિવસમાં આ મુદ્દાઓ પર ચર્ચામાં થશે તેમજ આવા ખેલાડીઓ દેશનું નામ રોશન કરે તે માટેની તૈયારી કરાવાશે.

ભાવિનાએ ​​​મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને સૌપ્રથમ મેડલ અપાવ્યો:
ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને સૌપ્રથમ મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાનો મુકાબલો રહ્યો હતો. યિંગે ભાવનાને 11-7, 11-5 તેમજ 11-6થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જયારે ભાવિનાને સિલ્વર મળ્યો હતો. ભાવિનાબેન પટેલે પહેલા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની જોયજ ડી ઓલિવિયરાને 12-10, 13-11, 11-6થી હરાવિ હતી. તેણે પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ મેડલ સુનિશ્ચિત કરનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ચુકી છે.

ભાવિનાને નાનપણથી જ હતી પોલિયોની અસર:
મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતીને નાનપણથી જ પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જો કે, મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદમાં તેને મૂકવામાં આવી હતી કે, જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓને જોઇ આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ઇચ્છા દર્શાવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…