પોલીસને આ બે ભાઈએ કરી વિનંતી- “પ્લીઝ અમને ખેંચીને 4 લાફા મારો” કારણ જાણીને તમે પણ બોલી ઉઠશો વાહ!

318
Published on: 3:37 pm, Wed, 29 December 21

આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા અજીબોગરીબ વિડીયો વાઈરલ થતા હોય છે. હાલ બે ભાઈઓનો એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયેલો છે જે જોઈને તમે પણ હસી પડશો. આ બંને ભાઈઓ પોલીસના હાથે માર ખાવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને કહે છે કે અમને મારો. આ મજેદાર વીડિયો ગણતરીના સમયમાં જ હજારો વખત જોવાઈ ચૂક્યો છે. મોટી સંખ્યામાં લોકો તેને પસંદ કરી રહ્યા છે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં વ્યક્તિ કહે છે કે, બંને ભાઈ પોલીસ પાસે માર ખાવા માટે આવ્યા છે. આ વ્યક્તિએ જણાવ્યું કે, અમે બંને ભાઈઓ ખુબ દારૂ પીએ છીએ અને ઘણી કોશિશ કરવા છતાં પણ આ આદત છૂટતી નથી. આથી હવે અમે પોલીસ પાસે મદદ લેવા માટે આવ્યા છીએ અને ઈચ્છીએ છીએ કે પોલીસવાળા ભાઈઓ અમને ખેંચીને બે-બે થપ્પડ મારે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

વ્યક્તિ વધુ કહે છે કે, બે-બે ઝાપટ નહીં તો ચાર-ચાર ઝાપટ ખેંચીને અમને મારો. જેનાથી અમારા બંને ભાઈઓના મોઢા સૂજીને મોટા થઈ જાય. બીજા દિવસે જ્યારે અમે અમારી પત્નીઓ પાસે જઈએ તો તેમને કહીએ કે, પોલીસ સ્ટેશનથી આવું મોઢું બનાવીને આવ્યા છીએ. ત્યારબાદ જે જોવા મળે છે તે ખુબ મજેદાર છે.

જણાવી દઈએ કે, આ મજેદાર વીડિયો ક્યાંનો છે તે ખબર નથી પરંતુ હાલ સોશિયલ મીડિયા પર તે ખુબ જોવાઈ રહ્યો છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર giedde નામના પેજથી અપલોડ કરવામાં આવ્યો છે. જેના પર નેટિઝન્સ ખુબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…