ગુજરાતના 50 હજાર ખેડૂતોની હાલત ‘પડ્યા પર પાટું’ જેવી- 70,000 હેક્ટરથી વધુ જમીનમાં થયું નુકશાન

Published on: 11:38 am, Thu, 19 August 21

હાલમાં એક ખુબ દુખના સમાચાર સામે આવ્યા છે. જગતનો તાત ચિંતામાં મુકાયો હોવાના એંધાણ જણાએ રહ્યા છે. ઉદ્યોગોના પ્રદૂષણને લીધે મધ્ય ગુજરાતમાં આવેલ ભરૂચ તથા વડોદરા જિલ્લાની 70,000 હેક્ટરથી વધુ જમીનમાં અનેકવિધ કૃષિ પાકોને ખુબ નુકશાન પહોંચ્યું છે.

કેટલીક જગ્યાએ તો વિકૃત પાક થતાં તેનો વીનાશ કરી દેવાયો છે. આ વિસ્તારના 50,000થી વધુ ખેડૂતોની ઉપરાંત સ્થાનિક પર્યાવરણને ખુબ હાનિ પહોંચી છે. સામાન્ય રીતે કેમિકલનું આ પ્રદૂષણ હવામાં જોવા મળટુ હોય છે. કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ આપેલ રિપોર્ટ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી હવાનું પ્રદૂષણ દૂર કરવાના કોઇ પગલાં લેવાયા નથી.

આ પ્રદૂષણને માપવા માટે બોર્ડ નજીક કોઇ પદ્ધતિ ન હોવાને કારણે કૃષિ તજજ્ઞોએ આપેલ રિપોર્ટમાં સહી કરવાનો અધિકારીઓ દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ તથા પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન તેમજ વિલાયતની ઔદ્યોગિક વસાહત આવેલ છે.

આ બન્ને પ્રદેશમાં ખુબ જોખમી મેગા કેમિકલ ઉત્પાદક કંપનીઓ આવેલ છે. આ ઉદ્યોગો મોટેભાગે જંતુનાશકો, ફાર્માસ્યુટીકલ, પેટ્રોકેમિકલ્સ, રસાયણો, ધાતુ, પાવર પ્લાન્ટ્સ, ડાઇઝ તેમજ ડાય ઇન્ટરમિડીયેટનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહી છે.

આ વિસ્તારમાં જોખમી રસાયણોનું ઉત્પાદન થતું હોય ત્યાં સામાન્ય રીતે હવામા ફેલાઈ રહેલ ઝેરી રસાયણોનું માપ લેવું આવશ્યક છે. કારણ કે, સ્થાનિક લોકો તથા ખેતીને ખુબ નુકશાન પહોંચાડે છે. કૃષિ રિપોર્ટમાં જણાવ્યા મુજબ હવામાં 2,4 ડી અને 2,4 ડી-બી જેવા ફેનોક્સી સંયોજકોને લીધે કૃષિ પાકને ખુબ નુકશાન પહોંચ્યું છે.

આ વિસ્તારમાં કપાસના વાવેતરનો વિસ્તાર કુલ 70,000 હેક્ટર જયારે લગભગ 50,000 જેટલા ખેડૂતોએ ભરૂચ તથા વડોદરામાં પાક ગુમાવ્યા છે. આની સાથે જ ફેનોક્સી સંયોજન હાલની સમસ્યા માટે જવાબદાર રહેલું છે. કૃષિ વૈજ્ઞાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી હોવા છતાં પ્રદૂષણ દૂર કરવાના કોઇ પગલાં લેવાયા નથી.

ભરૂચ જિલ્લામાં રસાયણિક ઉદ્યોગોને લીધે કપાસ, કઠોળ તથા અન્ય પાકોને ખુબ નુકશાન થઇ રહ્યું હોવા વિશે ગુજરાત ખેડૂત સમાજના જ્યેશ પટેલે PM નરેન્દ્ર મોદીને એક પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, ભરૂચનાં દહેજ તથા વિલાયત વસાહતો ખુબ જોખમી કેમિકલનું ઉત્પાદન કરે છે ત્યારે હવાના પ્રદૂષણથી સ્થાનિક લોકો તથા ખેતી ખુબ પ્રભાવિત થઇ છે.

આ વિસ્તારમાં 70,000 હેક્ટર જમીનમાં કપાસ, કઠોળ તથા અન્ય પાકને ખુબ ખરાબ અસર પહોંચી છે. હવામાં રસાયણો હોવાને લીધે આખા ખેતરમાં પાકેલા વિકૃત પાકને નષ્ટ કરી દેવાની ફરજ પડી છે. પાક તથા કેટલાક વૃક્ષો પણ સૂકાઇ ગયા છે. કપાસના છોડની વૃદ્ધિ પણ અટકી ગઇ છે ત્યારે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ નિવારવા માટેના પગલાં લેવા જરૂરી છે.