
આંખ આપણા શરીરના સૌથી વધુ અનમોલ ભાગ છે. અને એના કારણે જ આ ખૂબસૂરત સંસારને જોઈ શકાય છે. પણ બદલતા લાઈફસ્ટાઈલ તેમજ વધારે વર્કઆઉટનાં લીધે લોકો તેમની આંખોનું ધ્યાન સારી રીતે રાખી શકતા નથી. જેથી એમના જોવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. અને તમારી આંખોથી સંબંધી કેટલીક મુશ્કેલીઓનાં સામનો કરવું પડે છે. પરંતુ તમે ઘણા ઉપાય કરીને આંખોની રોશની વધારે શકો છો. જો તમને પણ ઓછું દેખાય છે તો આજે જ આ ઉપાય અજમાવો.
આજકાલ, દર 5 માંથી 3 લોકોની આંખ નબળી હોય છે. આજકાલ બાળકો પણ ખૂબ જ નાની ઉંમરે ચશ્માં પહેરે છે. કલાકો સુધી ટીવી જોવું, કમ્પ્યુટર પર સતત બેસવું, મોબાઈલ પર રમતો રમવું, બાળકોની આંખોની તાણનું કારણ બને છે, જે આંખોની દ્રષ્ટિને નબળી પાડે છે. આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી આંખને યોગ્ય રાખવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
દરરોજ કાચા દાળનું સેવન કરવું જોઈએ. આબળામાં હાજર ન્યુટ્રિઅન્ટ્સ આંખોની રોશની વધારવા માટે એક વરદાન ગણવામાં આવે છે. બદામમાં વિટામિન એ ઘણો હોય છે જે આંખો માટે ફાયદાકારક છે. દરરોજ ડ્રાયફ્રૂટ ખાવાથી આંખોની નબળાઇની સાથે કોલેસ્ટરોલનું પ્રમાણ બરાબર રહે છે.
બદામમાં વિટામિન ઇ હોય છે જે આંખોને લગતી સમસ્યા માટે ફાયદાકારક છે. બદામનું દૂધ પીવાથી આંખોની રોશની વધે છે અને ચહેરા પર ગ્લો પણ આવે છે