અતિભારે વરસાદથી ખેતરમાં ઉભો થયેલ પાક ધોવાઈ જતા ખેડૂતો બોલી ઉઠ્યા ‘હવે ખમૈયા કરો મેઘરાજ!’

196
Published on: 12:24 pm, Fri, 1 October 21

સમગ્ર રાજ્યમાં ગુલાબ વાવાઝોડાને કારણે છેલ્લા 5 દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે આવા કપરા સમયમાં અરબ સાગરમાં શાહીન વાવાઝોડું સક્રિય થઈ ચુક્યું છે. જેને કારણે સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જો કે, આ વરસાદનો અંતિમ રાઉન્ડ રાજ્યના કેટલાક વિસ્તારો માટે આશીર્વાદરુપ બન્યો છે.

રાજ્યના રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર પંથકની ઉપરાંત કચ્છના વિસ્તારો સીઝનના 100% વરસાદને પહોંચી ગયા છે અથવા તો તૈયારીમાં રહેલા છે. જેમાં પણ રાજકોટ (122%) તથા જામનગર (125%) માથે તો અતિવૃષ્ટિનું સંકટ સર્જાયું છે.

જયારે બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં આવેલ અરવલ્લી (62%), બનાસકાંઠા (70%)ની  ઉપરાંત દક્ષિણમાં આવેલ ડાંગ (66%) તથા તાપી (69%) જિલ્લો હજુ પણ દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. આવા સમયે ખેડૂતોને પાક ધોવાઈ જવાથી ખુબ નુકશાન પહોંચ્યું છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો જ કહે છે, વરસાદ! હવે ખમૈયા કરો:
ગોંડલ તાલુકામાં આવેલ વાછરા ગામના ખેડૂત અમુલ જેતાણી જણાવે છે કે, હવે વરસાદ ખમૈયા કરે તો ખુબ સારૂ, અમારે અહીં સિઝનનો ખૂબ જ વરસાદ પડી ગયો છે. હવે વરસાદ પડશે તો ખેડૂતો માટે ખૂબ નુકસાનકારક સાબિત થશે. કારણ કે, હાલમાં મગફળીનો પાક પાકી ચુક્યો છે.

અમારા ગામમાં કેટલાક ખેડૂતોને મગફળી પાકી ગઇ હોવાને લીધે ઉપાડી પણ લીધી હતી. જો કે, અતિભારે વરસાદને લીધે મગફળીના પાથરા તણાય ચુક્યા છે તેમજ હાલનો વરસાદ મગફળી, કપાસ, એરંડા સહિત બધા જ પાકને નુકસાનકારક સાબિત કરી શકે છે.

કચ્છમાં માંડ 30% પાક બચ્યો, હવે વરસાદ ના પડવો જોઈએ:
કચ્છમાં અત્યાર સુધીનો સીઝનનો સોળ આની જેટલો જ વરસાદ પડયો છે તેમજ હજુ પણ થોડા છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. આવા સમયમાં હજુ વધારે વરસાદ વરશે તો કચ્છના ખેડૂતોને ખુબ નુકસાન થવાનું છે એવી ભીતિ કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ પટેલે વ્યક્ત કરી છે.

જિલ્લાની સ્થિતિ અંગે તેઓ જણાવે છે કે,  આની પહેલા વરસાદ બીજા રાઉન્ડમાં મોડો થવાથી મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. હાલમાં જે માંડ-માંડ 30% પાક બચ્યો છે તે પણ હવે વરસાદ પડવાથી નિષ્ફળ જશે. જેને લીધે ખેડૂતોને નુકશાની જશે, કપાસ એરંડા સહિતના પાક હવેના વરસાદમાં બગડી જશે.

આણંદ-ભાલપંથકમાં વરસાદે પાક ધોઈ નાખ્યા:
આણંદ જિલ્લાનાં ખંભાત તાલુકામાં આવેલ ઉંદેલ ગામના ખેડૂત ઉમંગ પટેલ જણાવે છે કે,સમગ્ર જિલ્લામાં મેધો ઓળઘોળ થયો છે તથા અતિભારે વરસાદથી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેને લઈ ખેડૂતોની ચિંતા સતત વધતી જઈ રહી છે.

ભાલ પંથકમાં તો કેટલીક જગ્યાએ ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. અન્ય અમુક વિસ્તારોમાં વરસાદની અણનમ બેટિંગને લઈ ખુબ મોટા નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂત પરિવારો વરસાદને રોકવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ડાંગર તથા બાજરીનવળી ગયો છે તેમજ હવે વરસાદ વરશે તો ખેડૂતો દેવામાં ડૂબી જશે માટે વરસાદ રોકાવો જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…