શું ખરેખર મોદી સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને મળી રહ્યા છે 6,000 રૂપિયા? જાણો અહીં

Published on: 10:22 am, Wed, 1 September 21

રાજ્ય તથા કેન્દ્ર સરકારની કેટલીક લાભકારી યોજનાઓ ખેડૂતો માટે બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક યોજનાને લઈ જાણકારી સામે આવી છે. PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરતી હોય છે.

આ યોજનામાં 6000 રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે, 2000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવે છે. PM કિસાનનો 9 મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી આપવામાં આવ્યો છે પણ અત્યાર સુધીમાં આ યોજનાની પાત્રતાને લઈને ઘણા પ્રશ્નો છે. ઉદા., શું પતિ અને પત્ની બંને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકે છે? ચાલો અમે તમને જણાવી દઈ કે નિયમો શું કહે છે.

કોને મળશે લાભ?
પતિ અને પત્ની બંને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકતા નથી. જો કોઈ આ કરે તો સરકાર તેને નકલી ગણાવીને તેની પાસેથી પૈસા વસૂલ કરશે. આની સિવાય આવી ઘણી જોગવાઈઓ રહેલી છે કે, જે ખેડૂતોને અયોગ્ય બનાવે છે. જો ખેડૂત પરિવારમાં કોઈ ટેક્સ ભરે તો આ યોજનાનો લાભ મળી શકશે નહીં એટલે કે, જો પતિ -પત્નીમાંથી કોઈએ ગયા વર્ષે આવકવેરો ચૂકવ્યો હોય, તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.

કોણ છે આ યોજનાનો લાભ લેવા માટે અયોગ્ય:
જો ખેડૂત ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કામ માટે ન કરી રહ્યો હોય પરંતુ અન્ય કામ કરી રહ્યો હોય અથવા અન્યના ખેતર પર ખેતી કામ કરતો હોય તથા ખેતર તેની માલિકીનું ન હોય. આવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેવા માટે હકદાર નથી. જો ખેડૂત ખેતી કરી રહ્યો હોય પરંતુ ખેતર તેના નામે નહીં પણ તેના પિતા અથવા દાદાના નામે છે, તો તેને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.

આ લોકોને નથી મળવા પાત્ર લાભ:
જો કોઈ ખેતીની જમીનનો માલિક છે પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા નિવૃત્ત, બેઠા છે અથવા ભૂતપૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો આવા લોકો ખેડૂત યોજનાના લાભ માટે પણ અયોગ્ય સાબિત થયા છે. વ્યવસાયિક રજિસ્ટર્ડ ડોકટરો, એન્જિનિયરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અથવા તેમના પરિવારજનો પણ અયોગ્યની યાદીમાં આવી જાય છે. આવકવેરો ભરતા પરિવારોને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.