કુવો ખોદતા જ ખુલી ગયા ‘ભાગ્યના દરવાજા’ મળ્યો દુનિયાનો સૌથી મોટો નીલમ- અબજોમાં છે કિંમત

Published on: 12:16 pm, Fri, 13 August 21

અનેકવાર લોકોને લોટરી લાગવાથી અથવા તો અન્ય કોઈ કારણોસર નસીબના દરવાજા ખુલી જતા હોય છે તેમજ રાતોરાત લાખોપતિ કે કરોડપતિ બની જતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી છે. ભારતનો પડોશી દેશ શ્રીલંકા પણ ખુબ ઝડપથી વિકાસ પામી રહ્યો છે.

અહીં કેટલાક વિસ્તારો એવા આવેલા છે કે, જ્યાં હજુ પણ પાણી માટે કૂવાનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જ ત્યાં એક વેપારીએ ઘર આંગણામાં કૂવો ખોદવાનુ વિચાર્યુ તો તેનુ નસીબ ચમકી ગયું. ખોદકામ વખતે એક એવો અમૂલ્ય પત્થર મળી આવ્યો કે, જેની કિંમત અબજોમાં રહેલી છે.

બનાવટ જોઈને થઈ શંકા:
આ ઘટના શ્રીલંકાના રત્નપુરા વિસ્તારમાંથી સામે આવી રહી છે. પોતાના નામને અનુરૂપ અહીં ખુબ મોટા પ્રમાણમાં રત્ન મળી આવે છે. હાલમાં જ ત્યાં એક વેપારી કૂવો ખોદાવી રહ્યો હતો કે, જેમાં ભૂલથી એક મોટો પત્થર મળી આવ્યો હતો. શરૂઆતમાં તેને સામાન્ય પત્થર સમજીને મજૂરો તેને ફેંકી દેવાનુ વિચારી રહ્યા હતા જયારે તેની બનાવટ જોઈને શંકા જતા તપાસ કરી ત્યારે સૌ ચોંકી ઉઠ્યા.

શ્રીલંકાનાં અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ પત્થર અનમોલ નીલમ હતો કે, જેનુ વજન 510 કિલોગ્રામ છે. જયારે એને ‘સેરેંડિપિટી સફાયર’ નામ આપવામાં આવ્યુ છે. જેનો અર્થ થાય નસીબથી મળેલો નીલમ થાય છે. હાલના સમયની વાત કરવામાં આવે તો માર્કેટના હિસાબે કિંમત 100 મિલિયન ડૉલર આસપાસ હશે.

જ્યારે તેના ઘરના આંગણામાં પત્થર મળી આવ્યો તો તણે આની માહિતી પ્રશાસનિક અધિકારીઓને આપી. પ્રારંભિક તપાસમાં આ નીલમ 25 લાખ કેરેટનો હોવાનું જાણવા મળી રહ્યું છે પણ હજુ તેના ઉપરની માટી તેમજ ગંદકી હટાવવામાં 1 વર્ષનો સમય લાગશે.

ત્યારબાદ તેની સાચી કિંમત જાણી શકાશે. પહેલા ક્યારેય પણ ન જોયો હોય એવો નીલમ મળી આવ્યો છે. આ મામલે શ્રીલંકાના રત્ન વિશેષજ્ઞ ડૉક્ટર જૈમિની જોપ્યસા જણાવે છે કે, તેમણે આવો નીલમ પહેલા ક્યારેય નથી જોયો. આ પત્થર અંદાજે 40 કરોડ વર્ષ અગાઉ બન્યો હશે જેને લીધે તે અમૂલ્ય છે.