પિતા વિહોણી આ ગુજરાતી દીકરીએ એક્ટિંગની દુનિયામાં મુક્યો પગ અને જીત્યું સલમાનનું દિલ

160
Published on: 10:35 am, Sat, 27 November 21

ગુજરાતમાં મિસ્ત્રી કામ કરતા પિતાની દીકરી આજે બોલીવુડમાં પોતાની આગવી છાપ ઉભી કરી રહી છે. સામાન્ય પરિવારમાં રહેતી મહિમા મકવાણાની પહેલી ફિલ્મ ‘અંતિમ’ હાલ સિનેમા ઘરોમાં આવી ગઈ છે અને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. સલમાનની અંતિમ હાલ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે ત્યારે આપણને ખુશી થાય કે, આ ફિલ્મની એક્ટ્રેસ મહિમા મકવાણા એક ગુજરાતી છે.

 

View this post on Instagram

 

A post shared by Mahima Makwana (@mahima_makwana)

મહિમા મકવાણા પોતે સામાન્ય પરિવાર માંથી છે. ચાર મહિનાની હતી ત્યારે જ તેના પિતા તેમના પરિવારને છોડીને ચાલ્યા ગયા હતા. પિતા વિહોણી દીકરીના સપના તો ખુબ જ મોટા હતા એટલે નાની ઉંમરે જ મહિમા દિનરાત મહેનત કરવા લાગી હતી. મૂળ ગુજરાતી મહિમાનો જન્મ ઓગસ્ટ, 1999માં થયો હતો. મહિમા તેમના પરિવાર સાથે મુંબઈની દહીંસરની એક ચાલમાં રહેતી હતી. તેમના પરિવારમાં એક મોટો ભાઈ અને માતા છે. અભ્યાસની વાત કરીએ તો મહિમાએ મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને માસ મીડિયામાં તેણે બેચલર ડિગ્રી પણ લીધી છે.

જયારે મહિમા ચાર મહિનાની હતી ત્યારે તેના પિતાનું ઇન્ફેકશનના કારણે મૃત્યુ થયું હતું. મિસ્ત્રી કામ કરતા પિતાના આકસ્મિક મૃત્યુ બાદ પરિવારની બધી જવાબદારી માતા પર આવી ગઈ હતી. હવે એકલા હાથે બંને ભાઈ-બહેનનો ઉછેર કરવો માતા સામે મોટો પડકાર હતો. પરંતુ માતા પર આવી પડેલી આટલી મોટી જવાબદારી પોતાના માથે ઊંચકી નવ વર્ષની ઉંમરે જ મહિમાએ કામ શરુ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mahima Makwana (@mahima_makwana)

એક-બે નહીં પરંતુ ૫૦૦થી વધુ ઓડિશન આપ્યા હતાં પરંતુ તમામ માં રિજેક્ટ થઈ હતી. આટલા બધા રિજેક્શન મળવા છતાં મહિમા હિંમત ન હારી હતી. માતા હંમેશા મહિમાને પ્રોત્સાહિત કરતા અને આ જ પ્રોત્સાહિત ના પરિણામે વર્ષ 2008માં મહિમાએ ચાઈલ્ડ એક્ટર તરીકે પહેલી ટીવી સીરીયલ ‘મોહે રંગ દે’ કામ મળ્યું હતું. આ એક સીરીયલ પછી તો મહિમાની કિસ્મત ખુલી ગઈ હતી. આ સીરિયલ પછી તેણે એક પછી એક કેટલાય પ્રખ્યાત સિરિયલમાં કામ કર્યું હતું. ‘બાલિકા વધુ’ થી લઈને ‘CID’ માં કામ કરનાર મહિમા વર્ષ 2012માં ‘સપને સુહાને લડકપન કે’ સીરિયલમાં લીડ રોલ પ્લે કર્યો હતો.

સોળ વરસની ઉંમરે જ તેમણે મુંબઈના મીરારોડ ફ્લેટ ખરીદી લીધો હતો. તે પહેલા મહિનામાં દરરોજ દહિસર થી લોકલ ટ્રેનમાં સફર કરીને સ્ટુડિયો આવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mahima Makwana (@mahima_makwana)

વર્ષ 2019 માં મહિમા પોતાની સીરીયલના પ્રમોશન માટે સલમાન ખાનના શો ‘બિગ બોસ’માં પણ આવી હતી. આ સમયથી સલમાન ખાન મહિમા ને ઓળખે છે. સલમાનને પહેલી નજરમાં જ લાગ્યું હતું કે આ છોકરી ભવિષ્યમાં સફળતાની ઘણી ઊંચાઈઓ આંબશે. સલમાન ખાનની અંતિમ ફિલ્મ આવી ત્યારે સલમાનના મનમાં સૌથી પહેલા મહિમાનો જ વિચાર આવ્યો અને તાત્કાલિક મહિમા નો સંપર્ક કર્યો હતો. મહિમા ને પણ ત્યારે જ સલમાનની આ ફિલ્મ સાઈન કરી દીધી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…