
હવામાન વિભાગની આગાહી મુજબ, 7 તારીખની વહેલી સવારથી જ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, રાત્રી દરમ્યાન ઘણાબધા ભાગો જેવા કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. 7 તારીખની રાત્રી થી લો-પ્રેશરની સાચી અસર અનુભવાશે.
8 અને 9 તારીખે ગુજરાતમાં લો-પ્રેશરની સૌથી વધારે અસર જોવા મળશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8 તારીખે વહેલી સવારથી જ સારો વરસાદ પડી શકશે. જોકે હવામાનના નિષ્ણાતો આ માહિતી જણાવી રહ્યા છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર 8 અને 9 તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી દર્શાવી છે. 8 અને 9 તારીખનાં વરસાદનાં રાઉન્ડને આ સપ્તાહ દરમિયાન મુખ્ય રાઉન્ડ ગણવામાં આવશે.
લો-પ્રેશર સિસ્ટમ 9થી 12 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં સ્થિત હશે. જોકે પાકિસ્તાન બાજુથી એન્ટી સાયકલોનીક સિસ્ટમ તેમની સામે તૈયાર થવાને કારણે આ સિસ્ટમ આગળ નહીં વધે અને 12-18 કલાક બાદ થોડી નબળી પડશે અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો જોવા મળશે. 9 તારીખ દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડ્યા પછી 10 તારીખથી વિસ્તારમાં ઘટાડો થશે. જોકે સામાન્ય હળવો ઝાપટાનો વરસાદ 11 અને 12 તારીખે પણ અલગ-અલગ વિસ્તારમાં શરુ રહેશે.
ગુજરાતના જુદા જુદા ભાગોમાં 12થી 14 તારીખ દરમિયાન સામાન્યથી હળવો વરસાદ શરુ રહેશે. લો-પ્રેશર સિસ્ટમને કારણે તૈયાર થયેલું વાતાવરણ અને અરબી સમુદ્રનો ભેજ અલગ-અલગ ભાગોમાં સારો વરસાદ આપશે. જોકે બંગાળની ખાડીમાં 11 તારીખ દરમિયાન નવી સિસ્ટમ સક્રિય બને તેની પણ સંભાવનાઓ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…