લગ્નના દિવસે જ દીકરીને ડોલીની બદલે નનામીમાં આપવી પડી વિદાય, એકની એક દીકરીનું મૃત્યુ થતા પરિવાર ચડ્યું હિબકે

3242
Published on: 11:13 am, Tue, 1 March 22

હાલમાં પંચમહાલમાંથી એક આંખો ભીની કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દીકરીના લગ્નનાં દિવસે જ મુત્યુ થતા પિતાના ઘરેથી ડોલીમાં બેસીને વિદાય થવાને બદલે નનામી નીકળી હતી. તમે પણ વિચાર કરો કે, એ પરિવાર પર શું વીતી હશે જેમની સાથે આ ઘટના બની છે. પરિવારમાં જો કોઈ નજીકના વ્યક્તિનું નિધન થાય તો પણ શોકમગ્ન વાતાવરણ બની જાય છે. ત્યારે આ ઘરમાં તો દીકરી જ લગ્નના દિવસે દરેકને મુકીને ચાલી ગઈ.

મળતી માહિતી મુજબ, પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાઈ ગામે સોલંકી પરિવારમાં પુત્રીના આગમન પહેલા જ લો બ્લડપ્રેશરના કારણે પુત્રીનું મોત નીપજ્યું હતું. જેના કારણે સોલંકી પરિવારની ખુશો પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંદ્રસિંહ સોલંકીની પુત્રી વંદનાબાના લગ્ન વડલા ગામના દેવેન્દ્રસિંહ સાથે નક્કી થયા હતા.

વંદનાબા 23મીએ બપોરે ત્રણ વાગ્યે પ્રભુતામાં પગલાં માડવાની હતી પરંતુ, તે પહેલા જ એક દુઃખદ ઘટના બની હતી. રિવાજ મુજબ 21 અને 22 જાન્યુઆરીએ ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ સહિતની તમામ વિધિઓ પૂર્ણ થઈ હતી. 22 જાન્યુઆરીની રાત્રે ગરબાનો કાર્યક્રમ હતો. જેમાં પરિવારના સભ્યોની સાથે વંદનાબાએ પણ ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. બીજા દિવસે 23મીએ હસ્તમેળાપ હતો.

આ બધા વચ્ચે વંદનાબા અચાનક બેહોશ થઈ જતાં વંદનાને તાત્કાલિક ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ફરજ પરના ડોકટરોએ વંદનાની તપાસ કરી અને જણાવ્યું કે, તેની પુત્રીનું બ્લડપ્રેશર લો થવાને કારણે મૃત્યુ થયું છે. એકની એક દીકરીનું મૃત્યુ થતાં જ બંને પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. ખરેખર આ દુઃખદ ઘટનાને લીધે પળ ભરમાં લગ્નના ગીતોને બદલે આગણું મરશિયાથી ગુંજી ઉઠ્યું!

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…