પિતાને જોકું આવી જતા પરિવારના ચાર લોકોને ભરખી ગયો કાળ- નાની ઉંમરે બાળકે આખો પરિવાર ગુમાવ્યો

440
Published on: 12:42 pm, Thu, 20 October 22

આજકાલ અવારનવાર માર્ગ અકસ્માત(Accident)ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ માર્ગ અકસ્માત(Road accident)નો એક કિસ્સો શુક્રવારે સવારે હરસાવા બડા (Harsava Bada)ગામ નજીક નેશનલ હાઈવે 52 (National Highway 52) પર સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ માર્ગ અકસ્માત તેજ રફ્તારથી આવતી કાર અને એક SUV વચ્ચે ટક્કર લગતા સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે જયપુર(Jaipur)ના રહેવાસી નીતિન મહેશ્વરી તેના બે બાળકો અને તેની પત્ની સાથે અબોહર લગ્ન સમારોહ(Wedding ceremony)માં જઈ રહ્યા હતા.

તે દરમિયાન ફતેહપુર(Fatehpur)થી આઠ કિમી પહેલા હરસાવા મોટામાં સર્કલ પાસે પોતાની કાર બેકાબુ થતા સામેની બાજુથી આવતી એક એસયુવી કાર સાથે તેની કાર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કહેવામાં આવી રહ્યું છે કે નીતિન મહેશ્વરી, પુત્ર દક્ષ અને એસયુવી કારમાં બેઠેલા મહિલા પુષ્પાનું ઘટનાસ્થળે જ મોત (Death)થયું હતું. તેમજ 23 નવેમ્બરના રોજ બંનેના લગ્નની વર્ષગાંઠ (Anniversary) જોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ નીતિનની પત્ની સપના, પુત્ર તમન્ય અને એસયુવી કારમાં બેઠેલા ઓમપ્રકાશ સુથાર અને રતનલાલને અકસ્માતના કારણે ઈજા થઈ હતી.

અકસ્માત અંગે માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈર્જાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતના કારણે સપનાની હાલત ખુબ જ નાજુક થતી જેથી તેને સીકર રીફર કરવામાં આવી હતી. સપનાનું સારવાર દરમિયાન જ સિકર હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. વધુમાં જાણવા મળ્યું છે કે અકસ્માતની જાણ થતાં ડીવાયએસપી ઓમપ્રકાશ, સદર પોલીસ અધિકારી આલોક પુનિયા તરત જ ઘટનાસ્થળે પહોચ્યા હતા. સદર એસએચઓ આલોક પુનિયા દ્વારા જાણવા મળ્યું છે કે સંભવતઃ ડ્રાઈવરને ઉંઘ આવી જવાના લીધે સામેની બાજુથી આવી રહેલી SUV કાર સાથે અથડાઈને અકસ્માત સર્જાયો હતો.

નીંદ બની મોતુંનું કારણ….
તેમજ આ ઘટનાને જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સર્જવાનું કારણ ઉંઘ અને ઝડપથી ચાલતી કાર હોય શકે છે. કાર ચાલકને કાર ચલાવતા ચલાવતા નીંદ આવી ગયા હોવાના કારણે કાર બેકાબુ થઈને સામેથી આવતી એસયુવી સાથે અથડાઈ હતી. વધુમાં જાણવા મળ્યું છે કે એસયુવી ડ્રાઇવરે પણ અકસ્માતથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારની સ્પીડ એટલી બધી વધારે હતી કે તેને કારણે બચવાની કોઈ તક મળી શકી ન હતી.

મળતી માહિતી અનુસાર અકસ્માતના મૃત્યુ પામેલ 41 વર્ષના નીતિન મહેશ્વરી, તેમની પત્ની ડૉ. સપના અને 8 વર્ષના પુત્ર દક્ષાના મૃતદેહને જયારે શુક્રવારે રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસ જયપુર પહોચાડવામાં આવ્યા હતા. મૃતદેહને બનીપાર્કના હરસુખ અક્ષિત એપાર્ટમેન્ટમાં પહોચાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે હરસુખ અક્ષિત એપાર્ટમેન્ટમાં છેલ્લા દસ વર્ષથી તેના માતા-પિતા, પત્ની અને તેના બે બાળકો સાથે રહ્યા હતા. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલ 41 વર્ષના નીતિન મહેશ્વરી, તેમની પત્ની ડૉ. સપના અને 8 વર્ષના પુત્રના મૃતદેહોના અંતિમ સંસ્કાર શનિવારે લગ્નની વર્ષગાંઠના દિવસે જ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર જયપુરના બનીપાર્કમાં રહેતો નીતિન મહેશ્વરી તેની પત્ની અને પુત્રો સાથે એક સગાસંબંધીના ઘરે જઈ રહ્યો હતો. લગ્ન જોવાના કારણે તે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી ગયો હતો. ત્યારે બિકાનેરથી જયપુર જઈ રહેલા ઓમપ્રકાશ સુથાર સાયકલ એસોસિએશનના સેક્રેટરી જોવાનું કહેવામાં આવી રહ્યું છે તે બિકાનેરના રહેવાસી છે પરંતુ તેમણે જયપુર પોતાનું ઘર બનાવ્યું હતું જેથી તે જયપુર જઈ રહ્યા હતા. બિકાનેરમાં સાયકલ રેસમાં ભાગ લીધા બાદ તે તેના મિત્ર અને તેના મિત્રની પત્ની સાથે તેના ઘરે જયપુર ફરી આવી રહ્યા હતા. આ અકસ્માતમાં ટક્કર જબરદસ્ત લાગવાના કારણે ફોર્ચ્યુનર કારની બે એરબેગ ખુલી હતી જેના કારણે તે બંનેનો બચાવ થયો હતો અને મિત્રની પત્ની પુષ્પાનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…