જવાદ વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે આવતીકાલે દરિયાકિનારે જવાદ વાવાઝોડું ટકરાશે. હવામાન વિભાગની આજે તમને ધ્યાનમાં રાખીને, સરકારે 100 થી વધુ ટ્રેનો રદ કરી લીધી છે. સાથોસાથ 266 જેટલી રેસ્ક્યુ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
જવાદ વાવાઝોડા ની વાત કરીએ તો, બંગાળની ખાડીમાં સર્જાયેલું આ વાવાઝોડું હાલમાં આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના કિનારાઓ તરફ આગળ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા તારીખ 3 અને 4 ડિસેમ્બર ની દરેક ટ્રેનો કેન્સલ કરી દીધી છે. આશરે ૧૦૦થી વધુ ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે.
રેલવે વિભાગે જણાવતા કહ્યું હતું કે, દરેક વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથોસાથ હવામાન વિભાગે ‘જવાદ’ વાવાઝોડાને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જવાદ શનિવારના રોજ સવારે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા ઉપર ટકરાશે. સાથોસાથ બંને રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની પણ આગાહીઓ કરવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણી આવતા જ રાજ્ય સરકાર કામે લાગી છે. માહિતી મળતાં જ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા બે દિવસમાં કોઈ વ્યક્તિને તકલીફ ન પડે તેના માટે ફાયર બ્રિગેડ NDRF અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની 266 જેટલી ટીમો તેના થઈ ગઈ છે. હાલ તમને જણાવી દઈએ કે વાવાઝોડાથી ગુજરાતમાં કોઈ અસર થવાની નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…