દડવામાં આજે પણ હાજર હજૂર બિરાજમાન છે રાંદલ માં, જાણો માતાજીનો પ્રાચીન અને અનેરો ઈતિહાસ

422
Published on: 2:17 pm, Thu, 19 May 22

ગોંડલ નજીક દડવા ખાતે આવેલ રાંદલ માતાજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. ગોંડલથી મોવિયા અને વાસાવડ રોડે 35 કિમીના અંતરે દડવા ગામમાં બેજોડ સ્વરૂપે રાંદલ માં બિરાજમાન છે. અહીં હાજર રાંદલ માતાજીમાંથી દિવ્ય અલૌકિક શક્તિનો સંચાર થાય છે. આજે આપણે જાણીએ દડવામાં બિરાજેલ રાંદલ માતાજીનો ઈતિહાસ.

એક વખત સૌરાષ્ટમા ખુબ જ ગંભીર દુષ્કાળનુ વાતાવરણ સર્જાય છે. જેનાથી રક્ષણ મેળવવા માટે માલધારીઓ ટીંબામા વાસ કરે છે. જણાવી દઈએ કે, આ બીજુ કોઈ નહી પરંતુ સ્વયં રાંદલ માતાજી છે. આ બાળકીના પગ ગામમા પડતા જ ચારેય બાજુ ચમત્કારો થવા માંડે છે. અપંગ, આંધળા તથા કોઢથી પીડાતા લોકો સકુશળ થઈ જાય છે છતા પણ કોઈ તેમને ઓળખી શકતુ નથી.

આ ઉપરાંત, રાંદલ માતાજી બાજુના ધૂતારપુરા ગામમાં પણ જાય છે જ્યા બાદશાહના સિપાઈઓ હોય છે. દુધ-ઘી આ માલધારીઓ પાસેથી લેવા માટે તેમની સમક્ષ તે 16 વર્ષની કન્યાના સ્વરૂપમાં જાય છે. બાદશાહ સુધી આ વાત પહોંચતા તે આ સુંદરી જ્યા છે ત્યા આવે છે અને તેને પોતાની સાથે જ લઈ જવા માટે આ માલધારીઓ પર ત્રાસ ગુજારે છે.

આ જોઈને માતાજી ક્રોધિત થાય છે અને તેની નજીક ઊભેલા વાછડાને પરીવર્તીત કરી નાખે છે અને સમગ્ર સેનાનો નાશ કરી નાખે છે. ત્યારથી આ ગામને દડવા તરીકે ઓળખવામાં આવે છે રાંદલ માતાજીને જોઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે.

જણાવી દઈએ કે, આ પ્રસંગ બાદ રાંદલ માતા ગ્રામજનોને વચન આપે છે કે જે કોઈ વ્યક્તિ તેમની સાચા હ્રદયથી તથા સંપુર્ણ શ્રધ્ધાથી ભક્તિ કરે છે તેમની તે બધી જ સમસ્યા દુર કરશે , અંધજનને નેત્રો આપશે, અપંગને પગ આપશે, કોઢિયાનો કોઢ મટાડશે અને નિઃસંતાનને સંતાન પણ આપશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…