
મહિલાઓ હાલમાં અનેકવિધ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી રહી છે. અભણ હોવા છતાં પણ કેટલીક મહિલાઓ ભણેલ-ગણેલ લોકો કરતા વધારે કમાણી કરી લેતી હોય છે ત્યારે હાલમાં ગામડાના મોટાભાગના લોકો મુખ્યત્વે 2 જ વ્યવસાય સાથે જોડાયેલા છે કે, જેમાં પશુપાલન તથા ખેતીનો સમાવેશ થાય છે.
હાલમાં પુરુષો તો ઠીક પરંતુ મહિલાઓ પણ આ વ્યવસાયમાંથી મબલખ કમાણી કરતી થઈ છે ત્યારે આવી જ એક મહિલાની સફળતાની કહાની સામે આવી છે. આજે મોટાભાગના યુવાન-યુવતીઓ ખેતીની અગત્યતા સમજતા થયા છે ત્યારથી જ તેઓ ખેતીમાં ધીરે-ધીરે જોડાઈ રહ્યા છે.
આણંદ જિલ્લામાં આવેલ બોરસદની દિકરી તેમજ સંદેશર ગામના વતની મનીષાબેન પટેલ અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે ત્યારે આપને જણાવી દઈએ કે, મનીષાબેને જાતે જ ખેતી કરવાનું નક્કી કરી લીધું હતું. તેઓે હિમાચલ પ્રદેશમાં આવેલ નૈનિતાલથી મુકેતશ્વર પાસે જમીનથી 7500 ફૂટ ઉંચે તેમજ 5 ગુંઠા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરીને વાર્ષિક 1 લાખ ઉપરાંત ઘર માટે કેસર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.
મનીષાબેન પટેલ તેમજ તેમના પતિ નરેન્દ્રભાઇ પટેલને કેસરની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. જેથી એમણે નૈનિતાલ પાસેના મુકતેશ્વર ગામમાં રહેતા તેમજ તેમના મિત્રને વાત કરી હતી. તેમણે કેસરની ખેતી કરવા માટે સહયોગ આપ્યો હતો. આની માટે તેઓ ઓર્ગેનિક વિલેજ રીસોર્ટ નામને બદલે 6 ગુંઠા જમીન મેળવી લીધી હતી. જેમાં મનીષાબેને મહેનત કરીને કેસર પાકની માવજત કરીને તૈયાર કરી રહ્યાં છે.
કેસરની ખેતીમાં એકવાર ખર્ચ કરીને 7 વર્ષ સુધી આવક મળી શકે:
કેસરની ખેતી માટે માયનસ ડિગ્રીમાં તાપમાન હોવું ખુબ જરૂરી બન્યું છે ત્યારે ગરમ પ્રદેશમાં આની ખેતી થતી નથી. કેસરની ખેતી કરવા માટે ફક્ત 5 ગુંઠામાં પહેલીવાર કેસરના બિયારણ સહિત અન્ય કેટલીક જરૂરી વસ્તુઓ મળીને 50,000થી વધારે ખર્ચ થાય છે. એકવાર કેસર રોપ્યા પછી 7 વર્ષ સુધી દૈનિક 5 ગુંઠામાં 1 લાખની આવક થાય છે. ઓર્ગેનિક કેસર 1 ગ્રામના 450 ભાવ બોલાઈ રહ્યા છે આવું મનીષાબેન પટેલ જણાવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…