માંડવી ઝંખવાવ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થતા આણંદના PSIનું કમકમાટીભર્યું મોત – “ઓમ શાંતિ”

794
Published on: 11:02 am, Fri, 3 June 22

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં માંડવી ઝંખવાવ રોડ પર આજરોજ ગુરુવારે સાંજે જુનવાણ ગામની સીમ આગળ ટ્રક અને કાર અથડાતા કાર સવાર ત્રણ વ્યક્તિ પૈકી એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે મિત્રોને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, આણંદ ખાતે ફરજ બજાવતા માઉન્ટેડના પો.સ.ઇ શીતલસિંહ બજરંગસિંહ સીકરવાર પોતાના મિત્ર વિનોદભાઈ વામનભાઇ તથા તુષારભાઈ જેઓ ઉકાઈ તરફથી પોતાની બ્રેઝા કારમાં આણંદ તરફ પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન, માંડવી ઝંખવાવ રોડ પર જુવાન ગામ સીમ નજીક સામેથી આવતી ટ્રકના ચાલકે બેફામ રીતે આવી બ્રેઝા કારને અડફેટે લેતા કાર ચાલક શીતલસિંહ બજરંગસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઉપરાંત, અન્ય બે મિત્રો વિનોદભાઈ તથા તુષારભાઈને તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતા જ માંડવી પી.આઈ એચ બી પટેલ તથા તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…