
કેટલાક લોકો બહારથી જેવા દેખાતા હોય છે એવા જ અંદરથી ખુબ અલગ હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. આનો અર્થે એ થયો કે, એવું જરૂરી નથી કે, જે વસ્તુ બહારથી દેખાતી હોય અંદરથી પણ તેવી હોય. કેટલાક લોકોની આદત હોય છે કે, લોકોને ઓળખવા માટે વેશભૂષાને આધારે તેમને વર્ગીકૃત કરવામાં આવે છે.
તેમના પહેરવેશથી તેમનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલ શ્રીમાધઓપુરમાં રહેતી એક મહિલાની સાથે પણ થઈ છે. અહીં મહિલાની વેશભૂષા જોઈને તેમને અભણ તથા ગામડાની સમજી લીધી હતી. મહિલાએ સાધારણ પહેરવેશ પહેર્યો હતો.
આવામાં તેને જોઈને ગામલોકોને લાગ્યું હતું કે, આ કોઈ સામાન્ય ગામડાની અભણ છોકરી હશે. જો કે, તેમને મહિલાની ખરી જાણ થઈ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મહિલા અસલમાં IAS ઓફિસર હતી. આ IAS અધિકારીનું નામ મોનિકા યાદવ છે.
મોનિકાએ વર્ષ 2014માં IASની પરીક્ષા પાસ કરી હતી. ત્યારથી તે દેશ માટે પોતાની સેવા આપી રહી છે. હાલમાં જ તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ ફોટોમાં તે એક રાજસ્થાની વેશભૂષામાં જોવા મળી હતી. તેમની સાથે ખોળામાં એક નવજાત બાળક પણ હતું.
તેમનો આ ફોટો જોઈને કોઈ અંદાજ પણ લગાવી શકતું ન હતું કે, તે એક IAS અધિકારી છે. જ્યારે કેટલાક IAS અધિકારી પોતાની પોસ્ટ પર હોવાને કારણે તે સરખી રીતે વાત પણ કરતાં નથી. જયારે બીજી બાજુ મોનિકા પોતાના વિસ્તાર તથા રાજ્યની સંસ્કૃતિ તેમજ વેશભૂષાનું સન્માન કરીને સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
મોનિકાના પિતાજી પણ એક IRS અધિકારી છે. આવામાં મોનિકાએ નાનપણથી જ તેમના પિતાના પગલે ચાલવાનું શરૂ કર્યું હતું. તેણે સિવિલ સર્વિસના માધ્યમથી દેશની સેવા કરવાનો નિર્ણય ખૂબ જ પહેલાં લઈ લીધો હતો. થોડા વર્ષની મહેનત બાદ વર્ષ 2014માં તેમને સફળતા મેળવી હતી.
ત્યારબાદ ક્યારેય પાછુ ફરીને જોયું નથી તેમજ દેશ સેવામાં પોતાનું બધું સમર્પણ કરી દીધું છે. આ દરમિયાન તેમણે દેશની સંસ્કૃતિ તેમજ માન મર્યાદાનું પણ પુરતું ધ્યાન રાખ્યું છે. આટલી મોટી પોસ્ટ હોવા છતાં તેઓ સાદગીથી રહેવાનું પસંદ કરતા હોય છે.
રાજસ્થાનની રહેવાસી આ IAS મહિલા ઓફિસરની સાદગી જોઈને લોકો હેરાન છે. લોકો તેમના ફેન બની ગયા છે. મોનિકા યાદવનું બાળપણ ગામમાં વીત્યું છે. અહીં મોટા થયાની ઉપરાંત તેમણે વર્ષ 2014માં UPSCની પરીક્ષા પાસ કરીને માતા-પિતાનું નામ રોશન કર્યું હતું.
IAS બન્યા બાદ તેમણે IAS અઘિકારી સુશીલ યાદવની સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્ન બાદ તેમણે એક દીકરીને જન્મ આપ્યો હતો. જે આ વાઇરલ ફોટોમાં તેમની સાથે ખોળામાં જોવા મળી રહી છે. મોનિકા હાલમાં DSPના પદ પર પોતાની સેવા આપી રહી છે. તેમના વિસ્તારમાં કોઈ સમસ્યા આવે ત્યારે તેઓ તેનું સમાધાન કરી દે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…