LPG સીલીન્ડરમાં 25 રૂપિયા નો થયો વધારો, જાણો છેલ્લા 6 મહિનામાં કેટલો વધારો થયો?

Published on: 7:23 pm, Sun, 4 July 21

જે એલપીજી સિલિન્ડરના સબસિડી ન હોય તેવા ભાવમાં રૂ.25 નો વધારો કરવામાં આવ્યો છે.નવી કિંમત 2 જુલાઈથી એટ્લે કે આજથી લાગુ થશે.દિલ્હીમાં હવે 14.3 કિલો વજનવાળા ઘરેલું સિલિન્ડરની કિંમત 834.51 રૂપિયા થશે.સમાચાર અનુસાર,19 કિલો સિલિન્ડરની કિંમતમાં પણ 76 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે અને દિલ્હીમાં તેની કિંમત 1,551 રૂપિયા થશે.

મુંબઇ અને કોલકાતામાં પણ ભાવ પ્રતિ સિલિન્ડર 834.50 પર પહોંચી ગયા છે. જ્યારે ચેન્નાઇમાં સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમત 850.50 થઈ ગઈ છે.દર મહિને એલપીજીના ભાવમાં સુધારો કરવામાં આવે છે.2 જુલાઈથી થયેલા વધારા પર નજર કરીએ તો,એલપીજી સિલિન્ડરના ભાવ છેલ્લા છ મહિનામાં સિલિન્ડર દીઠ 140 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે.

જૂન મહિનો હતો જેમાં સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં ત્રણ વાર ફેરફાર કરવામાં આવ્યા હતા. પહેલો ફેરફાર 4 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યો હતો,જેમાં પ્રત્યેક સિલિન્ડરમાં 25 નો વધારો થયો હતો.ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ સિલિન્ડર દીઠ 50 નો વધારો થયો હતો.આ પછી,25 ફેબ્રુઆરીએ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

માર્ચમાં ફરીથી કિંમતમાં 25 નો વધારો કરવામાં આવ્યો હતો.એપ્રિલમાં સિલિન્ડરના ભાવમાં રૂ.125 નો વધારો કરવામાં આવ્યો હતો.જો કે,ફરીથી 10 રૂપિયા પણ ઘટાડવામાં પણ આવ્યા હતા.પણ આરીતે વધતા અને ઘટતા ભાવો ને લીધે નાગરિકો પરેશાની માં મુકાય ગયા છે.અને અમુક લોકો રોશે પણ ભરાયા છે.વધતા ભાવો ને લીધે માધ્યમ વર્ગ ના લોકો ને ખુબજ તકલીફો વેઠવી પડે છે.