આવતીકાલે એટલે કે, 29 સપ્ટેમ્બરનો દિવસ ખેડૂતો માટે ખુબ ખાસ છે કારણ કે, PM નરેન્દ્ર મોદી મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. વીડિયો કોન્ફરન્સીંગ મારફતે તેઓ દેશને પાકની 35 નવી જાતો સમર્પિત કરવા જઈ રહ્યા છે. આબોહવા પરિવર્તન તથા કૂપોષણની સમસ્યાનો ઉકેલ લાવવા ‘ઈન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ’ દ્વારા પાકની 35 જેટલી નવી વેરાયટી વિકસીત કરવામાં આવી છે.
પાકની આ નવી વેરાયટી ક્લાઈમેન્ટની સામે ટક્કર તથા ઉચ્ચ પોષણક્ષણ ગુણોથી સજ્જ છે. PM નરેન્દ્ર મોદી દેશને પાકની જે નવી 35 જાત આપવા જઈ રહ્યા છે તે ગમે તેવા પ્રતિકૂળ હવામાનમાં પણ ટક્કર ઝીલી શકવા માટે સક્ષમ છે. PM નરેન્દ્ર મોદી ICAR સંસ્થાઓમાં આયોજિત પાન ઇન્ડિયા કાર્યક્રમમાં 28 સપ્ટેમ્બરે સવારનાં 11 વાગ્યે 35 પાકની જાતો રાષ્ટ્રને સમર્પિત કરશે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ સ્ટ્રેસ ટોલરન્સ રાષ્ટ્રને સમર્પિત થશે:
આ કાર્યક્રમમાં PM મોદી ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ ટોલરન્સ’ રાયપુરનું નવનિર્મિત કેમ્પસ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગ નિમિત્તે પ્રધાનમંત્રી કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ એવોર્ડનું વિતરણ કરશે તથા નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરતા ખેડૂતોની સાથે વાતચીત કરશે તેમજ સભાને સંબોધશે.
આ પાકની નવી જાત જોવા મળશે:
ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલ (ICAR) દ્વારા આબોહવા પરિવર્તન તથા કુપોષણ જેવા પડકારોનો સામનો કરવા ખાસ લક્ષણો ધરાવતી પાકની જાતો વિકસાવાઈ છે. વર્ષ 2021માં આબોહવાની સ્થિતિસ્થાપકતા તથા ઉચ્ચ પોષક તત્વો જેવા ખાસ લક્ષણો ધરાવતી 35 પાકની જાતો વિકસાવવામાં આવી છે.
જેમાં ચણા, વિલ્ટ અને વંધ્યત્વ મોઝેક પ્રતિરોધક, સોયાબીનની પ્રારંભિક પાકતી વિવિધતા, રોગ પ્રતિકારક જાતો સામેલ છે. ચોખા અને ઘઉં, મોતી બાજરી, મકાઈ તથા ચણા, ક્વિનોઆ, બિયાં સાથેનો દાણો, પાંખવાળા કઠોળ તેમજ ફેબા બીનની જાત પણ સામેલ થાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…