ઇતિહાસમાં ક્યારેય ન સર્જાયેલી ઘટના ગતરાતે ‘ચુંદડી મહિયરની’માં સર્જાઈ- આ વિડીયો જોઇને છાતી ગર્વથી ફૂલી જશે

172
Published on: 11:01 am, Mon, 6 December 21

ઈતિહાસમાં ક્યારે જે ઘટના સર્જાઈ નથી, એ ઘટના ગત રાતે ‘ચુંદડી મહીયરની’ કાર્યક્રમમાં સર્જાઇ હતી. મહેશ સવાણી તથા તેમના પરિવાર થકી 300 જેટલી પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન કરાવી તેમનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ દીકરીઓના પાલક પિતા ની જવાબદારી નિભાવી સવાણી પરિવાર દ્વારા દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું છે.

આ લગ્ન કોઈ ધર્મ, નાતજાતથી નહિ પરંતુ એકસાથે એક જ ધર્મને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યા હતા અને એ છે ‘માનવતાનો ધર્મ’. એક જ આંગણામાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ એમ ચારેય દીકરીઓની તેમના ધર્મ વિધિ અનુસાર લગ્ન યોજાયા હતા.

‘ચુંદડી મહીયરની’ કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે ગતરાતે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારેય દંપતીના ચારેય વિધિ દ્વારા લગ્ન થાય હતા. એટલે કે એક જ સ્ટેજ ઉપર જ્યારે વિવિધ ધર્મના દંપતીઓ હાજર હતા, અને વારાફરતી દરેક ધર્મના મંત્રો વાંચીને દરેક દંપતીના દરેક ધર્મની વિધિ સાથે લગ્ન થયા હતા. જેમકે, હિન્દુ ધર્મના કપલ્સના હિન્દુ વિધિની સાથે સાથે તેમના મુસ્લિમ, શીખ અને ઈસાઈ વિધિ સાથે લગ્ન થયા હતા.

ગત રાતે પી.પી.સવાણીના આંગણામાં વિવધ ધર્મોથી નહીં પરંતુ એક જ ધર્મથી લગ્ન થયા હતા અને એ છે માનવતાનો ધર્મ. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ઉપર બેઠેલા ચારેય નવવધૂઓના ચારે ધર્મની વિધિઓ અનુસાર લગ્ન થઈ રહ્યા છે. ખરેખર આ એક પળ એવી હતી કે ભૂતકાળથી લઈને અત્યાર સુધી કોઈએ આ પળ વિશે વિચાર્યું પણ નહિ હશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…