સુખી સંપન્ન પરિવારના વૃદ્ધ મહિલાએ કરી લીધો આપઘાત- સ્યુસાઈડ નોટ વાંચી પરિવારજનોને આંખે અંધારા આવી ગયા

336
Published on: 10:46 am, Fri, 24 September 21

ભારતમાં આત્મ હત્યાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને આજની યુવા પેઢી સરળતાથી હિમ્મત હારી જાય છે. અને નાની બાબતોને કારણે આત્મહત્યા કરી લેતા હોય છે. પરંતુ હાલમાં એક બનાવમાં નજરે ચડ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. તે વૃધ્ધાનુ નામ આનંદબેન બાબુભાઈ પોલ જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ વસ્ત્રાલ તળાવ નજીક અવાવરુ જગ્યા પર એક વૃધ્ધાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વૃધ્ધાની લાશ એવી હાલતમા મળી આવી હતી કે, શરૂઆતમાં હત્યા હોય તેવું પોલીસને લાગી રહ્યું હતું. પરંતુ પોલીસની પ્રાથમીક તપાસમા આત્મ હત્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ તપાસમા જાણવા મળ્યું હતુ કે, વસ્ત્રાલ મા રહેતા તેજેન્દ્ર ક્રિસ્ટલમાં વૃધ્ધ મહિલાનુ નામ આનંદીબેન બાબુભાઈ પોલ હતુ અને તેની ઉમર 63 વર્ષની હતી. તારીખ 7 ના રોજ આનંદની બહેને ઘર છોડીને ચાલ્યા ગયા હતા. અને ઘર છોડવા પાછળનું કારણ તેની બીમારી હતી.

આ ઉપરાંત તેમને સ્યુસાઈડ નોટમા જણાવ્યું હતું કે, હુ બીમારીની દવા ખાઈને કંટાળીને આપઘાતનું પગલું ભરું છું. આ માટે અન્ય કોઈ જવાબદાર નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વૃદ્ધ મહિલા આનંદીબેન જંતુનાશક દવા પી આપઘાત કર્યો હતો. પરંતુ પીએમ રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાની હકીકત જાણવા મળી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…