હાલમાં રાજ્યના ગોંડલ તાલુકાના વાછારા ગામે બાજ પક્ષી એ ઝેરી મધમાખીના મધુપુડાને છંછેડતા ઝેરી મધમાખીઓ વિફરી હતી અને બાજુના ખેતરના ગોડાઉન પાસે શ્રમિક પરિવારના 4 બાળકો ઉપર હુમલો કર્યો હતો. જે વૃદ્ધ ખેડૂતના ધ્યાને આવી જતા ખેડૂતે પોતાની જાનની પરવાહ કર્યા વગર માસુમ બાળકોને ગોડાઉનમાં ધકેલી ગોડાઉનનો દરવાજો બંધ કરી દીધો હતો.
આ દરમિયાન, અસંખ્ય મધમાખીઓ દ્વારા ખેડૂત પર હુમલો કરતા વૃદ્ધ ખેડૂતનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, તાલુકાના વાછરા ગામે રહેતા અને ખેતીકામ કરતા દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા પોતાના ખેતરે હતા ત્યારે આકાશમાંથી એક બાજ પક્ષીએ આવી ઝેરી મધમાખીઓના મધપૂડાને છંછેડતા મધમાખીઓ વિફરી હતી અને ખેતરના ગોડાઉન પાસે રમી રહેલા 1.5 થી 6 વર્ષના શ્રમિક પરિવારના માસૂમ બાળકો પર હુમલો કર્યો હતો.
આ ઘટના દામજીભાઈ જોઈ જતા બાળકો પાસે દોડી ગયા હતા અને બાળકોને તરત જ ગોડાઉનમાં ધકેલી દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ, આ દરમિયાન ઝેરી મધમાખીના ઝુંડે દામજીભાઈને અસંખ્ય ડંખ મારી દેતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળ્યું છે કે, સારવાર દરમિયાન જ તેઓનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. વૃદ્ધ ખેડૂત દામજીભાઈએ પોતાની જાનની પરવાહ કર્યા વગર શ્રમિક પરિવારના ચાર માસૂમ બાળકોની જિંદગી બચાવી હતી દામજીભાઈને સંતાનમાં બે દીકરા અરવિંદભાઈ અને સંજયભાઈ છે જેઓ પણ ખેતીકામ સાથે સંકળાયેલા છે. જણાવી દઈએ કે, દામજીભાઈ સેવાભાવી સ્વભાવના હોય વાછરા ખાતે લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખે બિરાજી સમાજની અનેક સેવાઓ પણ કરી હતી. તેમના નિધનથી આખા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…