ગુજરાતના કેળા અને ચીકુ દિલ્હીના ઘરે-ઘરે વખણાશે, નવા બજારના ‘નવા ભાવ’ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Published on: 10:45 am, Thu, 2 September 21

ભારતીય રેલવેની ‘કિસાન રેલ’ની મદદથી ફળો, શાકભાજી અને અન્ય કૃષિ પેદાશોને રાષ્ટ્રીય બજારો સુધી પહોંચવામાં મદદ કરવામાં આવી રહી છે. કિસાન રેલ દ્વારા ફળો અને શાકભાજીના પરિવહન પર ખેડૂતોને ફૂડ પ્રોસેસિંગ અને ઉદ્યોગ મંત્રાલય તરફથી ભાડામાં 50% સબસિડી મળે છે.

જેને લીધે ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળી શકે. કિસાન રેલ ગુજરાતના વડોદરાથી કેળા અને ચીકુ લઈને દિલ્હીના આદર્શનગર સ્ટેશન માટે રવાના થઈ ચુકી છે. રેલવે મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. રેલવેના જણાવ્યા મુજબ, ગુજરાતના વડોદરાથી રવિવારે કિસાન રેલ 200.5 ટન કેળા અને 7.6 ટન ચીકુ સાથે દિલ્હી જવા રવાના થઈ હતી.

જે આજે એટલે કે સોમવારે પહોંચશે. ખેડૂતોને ઉત્પાદન માટે નવું બજાર મળવાથી ખુબ લાભ મળશે. આની સાથે-સાથે જ ખેડૂતોને વચેટીયાઓથી મુક્તિ મળશે. જેને કારણે ખેડૂતોને પણ નફો વધારે થશે તેમજ ખેતરમાં થતા તમામ ફળ-શાકભાજીનું વેચાણ થઈ જશે.

કિસાન રેલથી ખેડૂતોને શું ફાયદો?
કિસાન રેલની મદદથી ખેડૂતોનું ઉત્પાદન અને ઉત્પાદનો નવા બજારોમાં પહોંચ્યા છે કે, જેથી તેઓ ઓછા સમયમાં અને ઓછા ભાડામાં સારી કિંમત મેળવી શકે. આપને જણાવી દઈએ કે, 2020-21 ના ​​કેન્દ્રીય બજેટમાં કિસાન રેલ ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

કિસાન રેલ ચલાવવાનો હેતુ કૃષિ ઉત્પાદનો, ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનોને તેમના ઉત્પાદનના સ્થળોથી અને વિપુલ પ્રમાણમાં વપરાશના અન્ય વિસ્તારોમાં પરિવહન કરવાનો છે. ખેડૂતોને કિસાન રેલ મારફતે પરિવહન પર નૂર પર 50 ટકા સબસિડી મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતો રેલવેની આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…