કન્ટેનર સાથે એમ્બ્યુલન્સ ધડાકાભેર ટકરાતા ઘટનાસ્થળે જ 7 લોકો મોતને ભેટ્યા – “ઓમ શાંતિ”

376
Published on: 6:02 pm, Tue, 31 May 22

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં મંગળવારે સવારે એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. રામમૂર્તિ હોસ્પિટલથી દિલ્હી જઈ રહેલી એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચઢીને કન્ટેનર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ફંગોળાઈ ગઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરને ઊંઘ આવી જવાને કારણે આ અકસ્માત થયો હતો. રામામૂર્તિ હોસ્પિટલથી દિલ્હી જઈ રહેલી એમ્બ્યુલન્સને ફતેગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવેના સાંખા પુલ પર અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં ડ્રાઇવર સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જણાવી દઈએ કે, એમ્બ્યુલન્સ બરેલીની રામમૂર્તિ હોસ્પિટલમાં દર્દીને લઈને દિલ્હી જઈ રહી હતી. જેવી એમ્બ્યુલન્સ ફતેગંજ પશ્ચિમના NH ના સાંઢા પુલ પર પહોંચી કે તરત જ ડ્રાઈવરને જોલું આવી ગયું. જેના કારણે એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચઢી કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ડ્રાઇવર સહિત એમ્બ્યુલન્સમાં સવાર તમામ 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જાણવા મળ્યું છે કે, મૃતકનો પરિવાર પીલીભીતનો રહેવાસી છે. જ્યારે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર SRMS મેડિકલ કોલેજની સામેના ગામનો રહેવાસી છે. પોલીસ દ્વારા મૃતદેહોને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં મોકલી આપવામાં આવ્યા છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અને એસએસપી સહિત અનેક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા અને વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત, બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા બરેલીમાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઘેરો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…