આકરી ગરમીમાં ગુજરાતના આ જીલ્લામાં પડ્યો જોરદાર વરસાદ અને કરા, ખેડૂતો બાપડા રડ્યા

619
Published on: 7:15 pm, Mon, 2 May 22

આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હાલ ગરમીના યલો એલર્ટ જાહેર થયા હતા. તેની ગુજરાતના અમરેલી જીલ્લામાં આજે કમોસમી વરસાદ અને કરા વરસતા આ પંથકના લોકો ચોકીગયા હતા. અમરેલીના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામીણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ ખેડૂતોનીની ચિંતા વધી ગઈ છે.

મળતી માહિતી અનુસાર અમરેલીમાં હાલ ઉનાળાની કાળજાળ ગરમીમાં સરેરાશ 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. આજે પણ બપોર સુધી લોકોએ આકરી ગરમીનો સામનો કર્યો હતો. પરંતુ દિવસ આથમવાનો શરુ થાય એ પહેલા ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા.

માત્ર સાવરકુંડલા જ નહિ પણ ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના થોરડી, ઘનશ્યામ નગર , આદસંગ સહિત આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે કેટલાક મકાનોના નળિયા પણ ઉડ્યા હતા. ખાંભા પંથકમા પણ ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. અહીં ભાણીયા, નાનુડી, પીપળવા, સહિત આસપાસના ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જ્યારે રાજુલાના મોટા આગરિયા, ધુડિયા આગરિયા, નવા આગરિયા સહિત ગામડામાં વરસાદ જોવા મળ્યો હતો.

અમરેલીના ત્રણ તારણ તાલુકાઓમાં કમોસમી વરસાદના કારણે આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોએ થોડીવાર રાહત અનુભવી હતી. તો બીજી તરફ જિલ્લામાં કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અને હાલમાં હવામાન વિભાગ પણ ઊંઘતું જડ્પાયું હોય તેવી ચર્ચા પણ ચારેકોર થઇ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…