ખેડૂતો માથે તોળાઈ રહ્યું છે મોટું સંકટ!- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી દીધી મોટી આગાહી

Published on: 6:40 pm, Tue, 28 December 21

હાલમાં રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવતા હવે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અંબાલાલ દ્વારા કરેલી આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એક વાર વાતાવરણમાં પલટો આવી શકે છે.

4થી 11 જાન્યુઆરી વચ્ચે થઇ શકે કમોસમી વરસાદ:
જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની આગાહી કરવામાં આવતા જગતના તાતનો જીવ અધ્ધર થઇ ગયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર 4 થી 11 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જેમાં ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા બદલાવ આવી શકે છે. જેથી ઠંડી અને કમોસમી વરસાદની ગતિવિધિ અવારનવાર ચાલુ રહેશે.

જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અચાનક વરસાદી માહોલ સર્જાઈ ગયો હતો. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડતા ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન જવાની ભય સેવાઈ રહી છે. જો હજુ પણ માવઠું થશે તો ખેડૂતો ચિંતાતુર બની જશે અને પાકને ખુબ જ નુકસાન પહોંચી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…