અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે એકસાથે કરી મોટી આગાહી- જાણો ક્યા અને કેટલો વરસાદ થશે?

196
Published on: 12:51 pm, Wed, 25 August 21

રાજ્યમાં અતિભારે વરસાદને લઈ કેટલાક હવામાન નિષ્ણાંત તથા હવામાન વિભાગ દ્વારા કેટલીકવાર આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ખુબ સારો એવો વરસાદ પડયો છે.

આની ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ખુબ સારો વરસાદ પડયો હતો. આની સાથોસાથ સૌરાષ્ટ્રમાં પણ ખુબ સારો એવો વરસાદ પડવામાં છે પણ હજુ સુધી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ રહેલી છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ભાગોમાં તો ઘણા સમયથી વરસાદની તાતને ખુબ જરૂર રહેલી છે.

આની ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદની ખેંચ રહેલી છે. આમ, ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે. વાવ, થરાદ, રાધનપુર, પાલનપુર તથા કચ્છના ભાગોમાં પણ વરસાદ નહિવત છે. જેથી ઉભા કૃષિ પાકો સુકાઈ જવાની ભીતિ જણાઈ આવે છે ઈમ અંબાલાલ પટેલ જણાવે છે.

બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થતા આ વહન ઉત્તર ભારત બાજુ ફંટાઈ જાય છે. અરબ સાગરનું વહન પણ બરાબર સક્રિય થતું નથી. હવે વરસાદ ક્યારે આવશે? આ અંગે જોવામાં આવે તો 25 તારીખ સુધીમાં વરસાદના યોગ રહેલા છે. સામાન્ય વરસાદના યોગ નવસારી, સુરત, પંચમહાલ, છોટા ઉદેપુર, ડેડીયાપાડા વગેરે ભાગોમાં છે.

જ્યારે 30 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદના યોગ રહેલા છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થતો આ વરસાદ કૃષિ પાકો માટે સારો ગણાતો નથી. એમ છતાં પણ ભેજ ટકી રહે એની ઉપરાંત સપ્ટેમ્બર 11થી 22 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદના યોગ રહેલા છે.

11 સપ્ટેમ્બર બાદ કેટલાક ભાગમાં ખુબ સારા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના રહેલી છે એટલે કે, આ વખતે વરસાદ ખુબ ઓછો થવા છતાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ તથા અરબ સાગરના ભેજને કારણે વરસાદ આવવાની સંભાવના રહેશે.

વરસાદ હજુ ગયો નથી પણ સાર્વત્રિક વરસાદના યોગ હજુ બને તેવી શક્યતા રહેલી નથી પણ રાજ્યના વિભિન્ન ભાગમાં ખુબ સારા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. કોઈ ભાગમાં એક ઈંચ અથવા તો તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. રાજ્યના કેટલાક ભાગોમાં, રાજસ્થાનના ભાગોમાં, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં ખુબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…