ગુજરાતના દરિયા થશે ગાંડાતૂર… આ તારીખોમાં મેઘરાજા કરશે તાંડવ, ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી નાખી આગાહી

Published on: 12:36 pm, Sun, 28 May 23

Predictions of Ambalal Patel: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, આવતી કાલે અંદમાન નિકોબરથી ચોમાસું આગળ વધી શકે તેવી શક્યતા છે, તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 15 જૂન પહેલા ગુજરાત રાજ્યમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે તેવી સંભાવના છે. તેમજ તારીખ 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે તારીખ 22, 23 અને 24 જૂનની આસપાસ ગુજરાત રાજ્યમાં વરસાદ પડી શકે છે અને તારીખ 4, 5 અને 6 જૂનના રોજ ગુજરાત રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 15 થી 30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત તારીખ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાત રાજ્યમાં પ્રારંભ થશે. ચોમાસાની શરૂઆત અને અંત આ વર્ષે સારો રહેશે. ત્યારે ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે તેવી આશંકા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…