ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલે કરી જોરદાર આગાહી, ખુશીથી નાચવા લાગશે ખેડૂતો…

Published on: 3:14 pm, Tue, 6 June 23

Ambalal Patel predicted fo Gujarat farmers: ગુજરાતના હવામાન (Gujarat Weather) માં મોટી ઉથલપાથલ થવાની છે. આ વર્ષે ગુજરાત (Gujarat) રાજ્યમાં સામાન્ય ચોમાસુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદ પડવાની પેર્ટન અનુસરી હતો, ખેડૂતોએ આ સિઝનમાં કયા પાક લેવા જોઈએ? ક્યારે વાવવા જોઈએ જેના કારણે તેમને નુકસાનની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય. આ લેખમાં આપણે આ દરેક સવાલોના જવાબ મેળવીશું. ખેડૂતો માટે અંબાલાલ પટેલે (Ambalal Patel predicted) મહત્વની જાણકારી આપી છે.

ભારત દેશ એક ખેડૂત પ્રધાન દેશ છે, અને આજ માટે ખેડૂતો ચોમાસાની સૌથી વધારે રાહ જોઈ રહ્યા હોય છે. જોકે પાછલા ઘણા સમયની વાત કરીએ તો, ઘણા ચક્રવાતને કારણે જગતના તાતને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક વરસાદ ખેંચાતા પાણીના અભાવે પાક નાશ પામે છે તો ક્યારેક પાછો તરા વરસાદથી પાકને ઘણું નુકસાન થાય છે. તેવામાં આ વર્ષે કેવું રહેશે ચોમાસું… તેની ઉપર દરેક ખેડૂતોની નજર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા ને ધ્યાનમાં રાખીને, આ વર્ષે ખેડૂતોએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેની મહત્વની જાણકારી આપી છે.

રાજ્યના ખેડૂતો, ચોમાસાના આગમનને રાહ જોઈ રહ્યા છે. ત્યારે ચોમાસા પહેલા જ કેન્દ્રીય હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને લાંબા ગાળાની પૂર્વાનુમાન આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલનું માનવું છે કે, દેશમાં આ વર્ષે ચોમાસાની સિઝન ખૂબ જ સામાન્ય રહેશે. ત્યારે આ સિઝનમાં ખેડૂતોને કયા પાક વાવવા જોઈએ? તેને લઈને પણ નિષ્ણાતોએ માહિતી આપી છે.

વર્ષ 2023 માં ગુજરાત રાજ્યમાં મધ્યમ અથવા સામાન્ય ચોમાસુ રહેશે. સામાન્ય એટલે સારું ચોમાસુ કહેવાય. જ્યારે 96% થી ઓછો વરસાદ પડે છે ત્યારે મધ્યમ ચોમાસુ રહે તેવું કહેવાય. સામાન્ય ચોમાસાની વાત કરીએ તો, ઓછા વરસાદમાં ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય, કારણ કે ઓછા વરસાદમાં દરેક પાકો ખૂબ સારા થાય.

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, ગુજરાત રાજ્યમાં એકંદરે ચોમાસું સારું રહેશે, સાથે સાથે જ કૃષિ પાકને દ્રષ્ટિએ ચોમાસુ નિયમિત રહેવાની સંભાવના છે. હાલના સમયની વાત કરીએ તો અત્યારે ચોમાસા માટે બિલકુલ સાનુકૂળ પરિસ્થિતિ છે. પરંતુ આ સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડું પણ સક્રિય થઈ રહ્યું છે.

એક બાજુ ગુજરાતમાં ચોમાસા પહેલા જ ખેડૂતો ખેતર ખેડવા લાગ્યા છે. મોટાભાગના ખેડૂતોએ તો ખેતર ખેડીને તૈયાર કરી દીધા છે. ત્યારે ઘણા ખેડૂતોએ ગત ભીમ અગિયારસના દિવસે મુહૂર્ત પણ કરી દીધું છે. જે ખેડૂતો પાસે સિંચાઈની વ્યવસ્થા છે, તેઓએ ચોમાસાના વરસાદ પહેલા જ વાવણી શરૂ કરી દીધી છે. જોકે હવામાન વિભાગ નું માનવું છે કે, ચોમાસા પહેલા જ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થશે, અને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ઉથલપાથલ થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…