હોળીના તહેવારમાં પવનની દિશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમાં પણ હોળીમાં પવનની દિશા પરથી શાંતિ, સમૃદ્ધિ અને ભવિષ્યની આગાહી કરી શકાય છે. જ્યારે હોળીની જ્વાળાઓની આગાહી કરી શકાય છે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પવનની દિશા અને તેની અસરો વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી આપી હતી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળીમાં વાયવ્ય દિશાનો પવન ફુંકાયો છે જેથી વરસાદ સારો રહેશે. જોકે, આ વર્ષે ચોમાસામાં વરસાદ શરૂઆતમાં જ સારો રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદમાં સૌથી વધારે ગરમીનો અનુભવ રહેશે.
તેમણે જણાવ્યું કે, ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેવાનું અનુમાન છે. આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિનામાં વાવાઝોડા સૌથી વધારે રહેશે. આ સાથે જ 26 એપ્રિલ બાદ 47 ડિગ્રી ગરમી રહેશે તેમજ ચોમાસાને લઈને પણ તેમને આગાહી કરી છે.
પશ્ચિમી પવનો વંટોળ અને તોફાનનું કારણ બનશે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં સૌથી વધુ વાવાઝોડા હશે. શરૂઆતમાં વરસાદ પડશે, પછી અનિયમિત વરસાદ પડશે. જ્યારે મે મહિનામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી થશે. હોળીની જ્વાળા પર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેશે.
હોળીમાં ઘૂમાડો સીધો ઉપર જાય તો રાજગાદી-નેતાને મુશ્કેલી આવે અને આ વર્ષે અંબાલાલ પટેલના માટે રાષ્ટ્રીય નેતાઓ માટે મુશ્કેલી સમાન વર્ષ હશે. આ વખતે હોળીમાં વિષ્ટિ યોગ જોવા મળી રહ્યો છે. કારણ કે, હોળીમાં વિષ્ટિ સાથે ભદ્રા પણ જોવા મળશે.
હોળીમાં ભદ્રા નિષેધ કહેવાય છે. જે બીમારીને નોતરું આપી શકે છે. હોળીમાં ભદ્રા અને વિષ્ટિ યોગ હોવાથી યુદ્ધ, ભય, આતંકી ઘટના વગેરે બની શકવાના પૂરેપૂરા એંધાણ હોય છે. ધૂળેટીના દિવસે સંપૂર્ણ કાલસર્પ યોગ છે જે યુદ્ધ અને ભય લાવી શકતો હોવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…