27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાતના આ જીલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી- અંબાલાલ અને હવામાન વિભાગે આપી મહત્વની માહિતી

346
Published on: 3:39 pm, Fri, 24 September 21

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ધીમીધારથી લઈને અતિભારે વરસાદ સુધીની આગાહી કરવામાં આવતી હોય છે કે, જેમાથી મોટાભાગની આગાહી સાચી સાબિત થતી હોય છે ત્યારે આગામી 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં અતિભારે વરસાદ વરસશે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યના અનેકવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદનાં ઝાપટા પડવાની સંભાવના રહેલી છે ત્યારે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ખુબ સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આની ઉપરાંત 12થી 15 ઓક્ટોબર સુધીમાં વાદળવાયું રહેવાની શક્યતા રહેલી છે.

રાજ્યમાં 81% વરસાદ પડ્યો છે:
સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સક્રિય થયેલ ચોમાસાને લીધે સમગ્ર રાજ્યમાં 81% વરસાદ પડી ચુક્યો છે. અગત્યની વાત તો એ છે કે, સપ્ટેમ્બર માસના સૌપ્રથમ સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં 50% વરસાદની ઘટ રહી હતી જયારે સપ્ટેમ્બર માસમાં વરસાદ આવતા વરસાદની ઘટ માત્ર 19% રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40%થી વધારે વરસાદની ઘટ રહેલી છે.

અમદાવાદમાં સીઝનનો 25 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે:
સમગ્ર રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થઈ ચુક્યો છે. કોરા ધાકોર રહેલ અમદાવાદમાં પણ જબરદસ્ત વરસાદની શરૂઆત થઈ ચુકી છે. ચોમાસાની હાલની સીઝનમાં અમદાવાદમાં 25 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. જયારે હજુ પણ 40% વરસાદની ઘટ રહેલી છે.

જો કે, રાહતની વાત તો એ છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આની સાથોસાથ જ વાસણા બેરેજનું હાલનું સ્તર 129.75 ફૂટ પર પહોંચ્યું છે. વાસણા બેરેજના બધા જ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 19% વરસાદની ઘટ:
અમદાવાદમાં 1 જૂનથી લઈને અત્યાર સુધીમાં કુલ 655.7 મિમી વરસાદની તુલનાએ ફક્ત 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાને લીધે હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40% ઓછો વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, 1 જૂનથી લઈને 19 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં 658.1 મિમીની તુલનાએ 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81% વરસાદ થયો છે, જ્યારે 19% વરસાદની ઘટ રહેલી છે.

સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં ખાબક્યો:
રાજ્યના 8 જેટલા જિલ્લામાં 40%થી વધારે વરસાદની અછત રહેલી છે કે, જેમાં સૌથી વધારે એટલે કે, અંદાજે 47%  ની ઘટ ફક્ત દાહોદમાં જ છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45% વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધારે 45% વરસાદ દેવભૂમિ દ્વારકામાં ખાબક્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…